ફીલ્મ પઠાણ’માં હોલીવૂડ/બોલીવૂડની જૂની ફિલ્મોનાં દ્રશ્યો બેઠાં ઉઠાવાયાં

શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાણ’નું ટીઝર તાજેતરમાં રિલીઝ કરાયું છે. પરંતુ, કેટલાક ચકોર સિનેચાહકોએ આ ટીઝરમાં પણ કેટલીય બોલીવૂડ તથા હોલીવૂડની જૂની ફિલ્મોનાં સીન્સ ફ્રેમ ટૂ ફ્રેમ ઉઠાવાયા હોવાની ચોરી પકડી પાડી છે. જેમકે  ટીઝરમાં જ્હોન અબ્રાહમની એન્ટ્રીનો સીન સીધો રુસો બ્રધર્સની ‘કેપ્ટન અમેરિકાઃ દી વિંટર સોલ્જર’માંથી ઉઠાવાયો છે. શાહરુખ-દીપિકાનું એક દૃશ્ય તથા આગના ગોળા વચ્ચે બાઈક લઈને આવતા શાહરુખનો સીન તો ‘પઠાણ’ના  ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે પોતાની જ ફિલ્મ ‘વોર’માંથી બેઠો ઉઠાવ્યો છે.  એક સીનમાં બાઈક પર સવાર શાહરુખ ઊંચે ઊછળીને કાર પર બોમ્બ નાખતો બતાવાયો છે તે તો વર્ષો જૂની હિંદી ફિલ્મ ‘દસ’નાં સીનની બેઠી કોપી છે. શાહરુખ આકાશમાંથી નીચે ઉતરે છે તે સીનમાં પ્રભાસની ‘સાહો’ ફિલ્મની કોપી મારવામાં આવી છે.

આ ચોરીચપાટીનો ખેલ જોઈ શાહરુખની સાથે સાથે યશરાજ બેનરના ચાહકો પણ ભારે નિરાશ થયા છે. શાહરુખ જેવા એક્ટર તથા યશરાજ જેવાં બેનર પાસેથી આવી સસ્તી કોપી પેસ્ટની આશા ન હતી તેવો રોષ ચાહકોએ ઠાલવ્યો હતો.