વિરાટ કોહલીને માથે વધુ એક તાજ, ICC Player of the Month

સોમવારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ઓક્ટોબર મહિનાના પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડની જાહેરાત કરી છે. આ યાદીમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને પ્રથમ વખત ICC પ્લેયર ઓફ ધ મન્થ જાહેર કરવામાં આવ્યો છે. વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલર અને ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝાને પછાડીને આ એવોર્ડ પોતાના નામે કર્યો છે.

વિરાટ કોહલી પ્રથમ વખત ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે નોમિનેટ થયા હતા. વિરાટ કોહલીએ ઓક્ટોબરના કેલેન્ડર મહિનામાં 205 T20 રન બનાવ્યા હતા. આ દરમિયાન, 23 ઓક્ટોબરે, તેમના અણનમ 82 રનની ઇનિંગ્સે, ભારતે પાકિસ્તાન સામે ચાર વિકેટથી વિજય મેળવ્યો હતો.