ભાજપના ગુજરાત અમે બનાવ્યું કેમ્પેઈનને લઈને કોંગ્રેસે આપી પ્રતિક્રીયા

ગુજરાતનું નિર્માણ સદીઓથી ગુજરાતીઓએ કર્યું છે. છેલ્લા 27 વર્ષના ભાજપના શાસનમાં થયેલા કામોની પોલ મોરબી દુર્ઘટના, કોરોના કાળ અને લઠ્ઠા કાંડમાં ખૂલી ગઈ છે. તેમ અશોકે ગેહલોતે કહ્યું હતું. આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે આ ગુજરાત મેં બનાવ્યું છે અભિયાનનું લોન્ચિંગ કરાયું હતું. આ દરમિયાન રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે તેમની પ્રતિક્રીયા આપી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં આણંદના આંકલાવ ખાતે રેલીને સંબોધિત કરવા વડોદરા એરપોર્ટ ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત આજે મીડીયા સમક્ષ વાત કરતા વધુમાં કહ્યું કે, ગુજરાતમાં મોદી અને અમિત શાહ દ્વારા જે શાસન ચાલ્યું તેની મોરબીની ઘટનાએ પોલ ખોલી નાખી છે.

મને દુઃખ છે કે, મોરબીની ઘટના ઘટ્યા છતાં કોઈ તપાસ નથી થઇ. હવે હાઇકોર્ટમાં આ અંગે સુઓમોટો દાખલ થઇ છે. મારી કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી છે કે હજુ સમય છે કે, હાઇકોર્ટના જજ કે નિવૃત્ત જજના વડપણ હેઠળ કમિટી બનાવી તપાસ કરવી જોઇએ અને લોકોને ન્યાય મળવો જોઇએ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં આણંદના આંકલાવ ખાતે રેલીને સંબોધિત કરવા વડોદરા એરપોર્ટ ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત આજે આવી પહોંચ્યા હતા. મીડિયા સાથેની વાતમાં તેમણે EWS અનામત પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું હતું. તેમજ કહ્યું હતું કે, ગુજરાતને ગુજરાતીઓએ સદીઓથી બનાવ્યું છે. ગુજરાતના લોકોએ ગુજરાતનો વિકાસ કર્યો છે. કોરોના, લઠ્ઠાકાંડ અને મોરબી દુર્ઘટનાએ ભાજપની પોલ ખોલી છે.