ટ્રક ડ્રાઈવરે ગાયું મોહમ્મદ રફીનું ગીત આને કહેવાય અસલી કલાકાર

આ વીડિયોને વિવેક વર્મા નામના  સિંગરે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી શેર કર્યો હતો. આ વીડિયોને શેર કરતી વખતે તેણે ખૂબ જ રસપ્રદ કેપ્શન પણ આપ્યું હતું. તેણે આ કેપ્શનમાં જણાવ્યું હતું કે, વીડિયોમાં ગાનાર વ્યક્તિનું નામ કમલેશ છે. આ વીડિયોને શેર કરતા વિવેકે લખ્યું હતું કે, કમલેશ અંકલે ભલે તેમનુ સમગ્ર જીવન ટ્રક ચલાવીને વિતાવ્યું હોય પરંતુ દિલ અને આત્માથી તેઓ એક હાર્ડ કોર સંગીતકાર છે. વિવેકે આગળ જણાવ્યું હતું કે, ખૂબ જ વિનંતી કરવા પર કમલેશજીએ અચકાતા ગીતની કેટલીક પંક્તિઓ સંભળાવી હતી. તેઓ તેમની ગાયકીથી પ્રભાવિત થયા હોવાથી તેમનો વીડિયો શેર કરી રહ્યા છે.

આ વીડિયોમાં તમે ટ્રક ડ્રાઈવર કમલેશ અંકલને મોહમ્મદ રફીનું ફેમસ ગીત ‘મુઝે ઈશ્ક હૈ તુઝી સે’ને ગાતા જોઈ શકો છો. આ ઉમરે પણ તેમની જોરદાર સિંગિગ સાંભળીનો લોકો આશ્ચર્યચકિત છે. ત્યારે બીજી તરફ લોકો તેમના જુ્સ્સાનો સલામ પણ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું હતું કે, ‘સુપર્બ અંકલ જી.’ તો બીજા યુઝરે લખ્યું હતું કે’ ‘આવા કલાકારો ભાગ્યે જ જોવા મળે છે.