વિશ્વના ત્રીજા નંબરના ડાયનોસોર પાર્ક ધરાવતાં રૈયોલી ગ્રામજનોએ કર્યો ચૂંટણી બહિષ્કાર

માહિતી અહેવાલ શાર્દુલ ગજ્જર

વિશ્વના ત્રીજા નંબરનો અને ભારત દેશના પ્રથમ નંબરનો ડાયનાસોર ફોસીલ પાર્ક રૈયોલી ગામમાં આવેલ છે તે ગામની ગ્રામપંચાયતે કર્યો આગામી વિધાનસભાની ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતો ઠરાવ

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામ ખાતે વિશ્વમાં ત્રીજા નંબરનું અને ભારત દેશના પ્રથમ નંબરનું સ્થાન ધરાવતા ડાયનાસોર ફોસીલ પાર્ક ની મુલાકાત માટે આવતા પ્રવાસીઓને બસની અસુવિધા ને કારણે વેઠવી પડી રહી છે હલાકી

પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે આ ગામને આદર્શ ગામ તરીકે જાહેર કરેલ છે ત્યારે આ ગામને બસ સુવિધા ન મળતા ગુજરાતના મુખ્યમંત્રીને બસ સુવિધા શરૂ કરવા લેખિતમાં કરી રહ્યા છે માંગ