આલિયા ભટ્ટે બેબી ગર્લને આપ્યો જન્મ

આલિયા ભટ્ટે દિકરીને જન્મ આપ્યો છે. માતા-પિતા બનીને આલિયા અને રણબીર ખૂબ જ ખુશ છે. બોલીવુડનુ મોસ્ટ લવિંગ કપલ પેરેન્ટ ક્લબમાં સામેલ થઈ ગયુ છે. દરેક આલિયા-રણબીરને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

આલિયા ભટ્ટની ડિલીવરી એચએન રિલાયન્સ હોસ્પિટલમાં થઈ છે. આલિયા અને રણબીરના બાળકના જન્મ બાદ કપૂર ખાનદાન અને ભટ્ટ ફેમિલીમાં જશ્નનો માહોલ છે. દરેક ખુશીથી ઝૂમી રહ્યા છે. નાના મહેમાનના આગમનની બંને પરિવાર રાહ જોઈ રહ્યા હતા.

આલિયા અને રણબીરે આ વર્ષે એપ્રિલ મહિનામાં લગ્ન કર્યા હતા. લગ્ન થોડા જ સમય બાદ કપલે ગુડ ન્યૂઝ આપીને સૌને ચોંકાવી દીધા હતા. દરેક આલિયા અને રણબીરના બાળકના જન્મની રાહ જોઈ રહ્યા હતા અને હવે તે સુંદર પળ આવી ગઈ. આલિયાએ પોતાના બાળકને જન્મ આપી દીધો છે.