રેર બીમારીથી પીડિત સામંથાના એક્સ હસબન્ડ નાગા ચૈતન્યએ ફોન પર ખબર પૂછ્યા

  • અગાઈ ભૂતપૂર્વ દિયર અખિલ અક્કીનેનીએ પણ સધિયારો આપ્યો હતો
  • નાગા ચૈતન્ય અને નાગાર્જુન બંને સામંથાની રૂબરૂ ખબર પૂછવા જવાના હોવાની પણ અટકળો

મુંબઈ : રેર બીમારી માયોસાઇટિસની સારવાર રહી રહેલી સાઉથની પોપ્યુલર હિરોઈન સામંથા રુથ પ્રભુને સમગ્ર સાઉથના ફિલ્મ ઉદ્યોગ તરફથી ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ મળી રહી છે. તેની ખબર પૂછી રહેલાઓમાં હવે એક્સ હસબન્ડ નાગા ચૈતન્યનો પણ ઉમેરો થયો છે.

સામંથા અને નાગા સાઉથના સૌથી સુપરહોટ કપલમાંથી એક મનાતાં હતાં. જોકે, ચાર જ વર્ષના લગ્ન જીવન પછી ૨૦૨૧માં તેમણે છૂટાછેડા લઈ લેતાં સાઉથના ફિલમ ચાહકો આઘાતમાં ગરકાવ થઈ ગયા હતા. આ છૂટાછેડા પછી સામંથાએ વ્યક્તિગત રીતે પોતાને જાતને સંભાળી છે અને કેરિયર આગળ વધારી છે. હવે તે માત્ર સાઉથ જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં કરોડો ચાહકો ધરાવે છે.

નાગા ચૈતન્યએ ફોન પર એક્સ વાઈફના ખબરઅંતર પૂછ્યા હતા. સાઉથના વર્તુળોમાં ચર્ચા મુજબ નાગા ચૈતન્ય તથા તેના પિતા નાગાર્જુન બંને સાથે મળીને સામંથાને રુબરુ ખબર પૂછવા જવાના છે. અગાઉ, સામંથાએ પોતાની બીમારીની જાહેરાત કરી ત્યારે તેને સૌથી પહેલો સધિયારો બંધાવનારામાં એક્સ દિયર અખિલ અક્કીનેનીનો પણ સમાવેશ થતો હતો.

ફિલ્મ ઉદ્યોગમાં અનેક યુગલ છૂટા થયા પછી પણ મૈત્રીપૂર્ણ સંબંધો ચાલુ રાખે છે. જોકે, સામંથા અને નાગા ચૈતન્ય ભારે કડવાશ વચ્ચે છૂટાં પડયાં હતાં. અગાઉ, સામંથાએ જણાવ્યું પણ હતું કે તેમની વચ્ચેના સંબંધોમાં કોઈ સુમેળ રહ્યો ન હતો.