૮૩/૮૪ વિધાનસભા માટે ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજુ કરી શકાશે

ચૂંટણી અધિકારી, ૮૩-પોરબંદર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત  અધિકારી, પોરબંદર દ્વારા આ વિધાનસભા મતદાર વિભાગ માટે  ચૂંટણીની નોટિસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ, ચૂંટણી અધિકારી, ૮૩-પોરબંદર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, પોરબંદર, પ્રાંત કચેરી, રૂમ નં.ર૦૭, બીજો માળ, જિલ્લા સેવા સદન-૧, એરપોર્ટ સામે, સાંદીપનિ રોડ, પોરબંદર અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ૮૩-પોરબંદર વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર, પોરબંદર (ગ્રામ્ય), મામલતદાર કચેરી, રૂમ નં.૧૧,  ભોંયતળિયે, જિલ્લા સેવા સદન-૧, એરપોર્ટ સામે, સાંદીપનિ રોડ, પોરબંદર સમક્ષા તા.૧૪-૧૧-ર૦રર સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧ થી બપોરના ૩ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજુ કરી શકાશે. જે માટે નિયમોનુસાર નોટિસ પ્રસિદ્ઘ કરવામાં આવેલ છે.

 ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧પ-૧૧-ર૦રર ના રોજ સવારના ૧૧ વાગ્યાથી ચૂંટણી અધિકારી, ૮૩-પોરબંદર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, પોરબંદર, પ્રાંત કચેરી, રૂમ નં.ર૦૭, જિલ્લા સેવા સદન-૧, એરપોર્ટ સામે, સાંદીપનિ રોડ, પોરબંદર ખાતે હાથ ધરવામાં આવશે. તા.૧૭-૧૧-ર૦રર ના બપોરના ૩ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોકત કોઈપણ અધિકારી સમક્ષા રજુ કરી શકાશે. મતદાન કરવાનુ થશે તો તા.૦૧-૧ર-ર૦રર ના રોજ  સવારે ૮ થી સાંજના પ વાગ્યા વચ્ચે થશે તેવુ ચૂંટણી અધિકારી કે. જે. જાડેજા તરફથી જણાવાયું છે.

ચૂંટણી અધિકારી૮૪-કુતિયાણા વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેકટરકુતિયાણા દ્વારા ૮૪-કુતિયાણા વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણીની નોટીસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ, ચૂંટણી અધિકારી૮૪-કુતિયાણા વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી કુતિયાણા,રૂમ નં.૧૦૧ એસ.એમ.જાડેજા કોલેજની બાજુમાંપોરબંદર-રાજકોટ નેશનલ હાઇવેપ્રાંત અધિકારી કુતિયાણાની કચેરીઅથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૮૪-કુતિયાણા વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર કુતિયાણાથેપડા ઝાંપાજુના પોલીસ સ્ટેશન પાસેકુતિયાણા સમક્ષ તારીખ ૧૪/૧૧/૨૦૨૨ (સોમવાર) સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧ થી બપોરના ૩ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારીપત્ર મેળવી શકાશે અને ભરાયેલા ઉમેદવારીપત્ર રજુ કરી શકાશે. જે માટે નિયમોનુસાર નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. ઉમેદવારીપત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ (મંગળવાર) ના રોજ સવારના ૧૧-૦૦ વાગ્યે  ચૂંટણી અધિકારી૮૪-કુતિયાણા  વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી કુતિયાણાની કચેરીશ્રી એસ.એમ.જાડેજા કોલેજની બાજુમાંપોરબંદર-રાજકોટ નેશનલ હાઇવેકુતિયાણાખાતે હાથ ધરવામાં આવશે. તા.૧૭/૧૧/ર૦૨૨ (ગુરૂવાર) ના બપોરના ૩-૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોકત કોઇપણ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે. ચૂંટણી લડાશે તો મતદાન તા.૦૧/૧૨/૨૦૨૨ (ગુરૂવાર) ના રોજ સવારના  ૮-૦૦ થી સાંજના ૫-૦૦ વાગ્યા વચ્ચે થશે. તેમ ચૂંટણી અધિકારી ૮૪-કુતિયાણા વિ.મ.વિ. પી.ડી.વાંદા દ્રારા જણાવાયુ છે.