કોંગ્રેસના ભાજપ પર આકરાં પ્રહાર, પોરબંદરમાં દલિત અધિકાર સત્યાગ્રહ સભા

પોરબંદર કોંગ્રેસ દ્રારા દલિત અધિકાર સત્યાગ્રહ સભા યોજવામા આવી હતી. જેમાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા તેમજ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી હાજર રહ્યાં હતા. શહેરના કડિયા પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અર્જુન મોઢવાડીયા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સભાને સંબોધન કર્યુ હતુ.

જીગ્નેશ મેવાણીએ પોતાના ભાષણમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અને જણાવ્યું હતુ કે, ભાજપ સરકાર દલીતો અને વંચીતોની વિરોધી માનસીકતા ધરાવતી સરકાર છે. આગામી ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ જનતાને ભારે મતદાન કરવા આહવાન કર્યુ હતુ. સાથે જ પોરબંદર કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડીયાને ભારે બહુમતિથી જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી.