માર્ગ સીમા ચોકી પર સરકારને બદલે ઘરના નિયમ શા માટે ?

એક જિલ્લાથી બીજા જિલ્લાને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગો ઉપર જેતે પ્રથમ શહેરથી ૧૨ કિલોમીટર અને ચૂંટણી સમયમાં જેતે શહેરથી ૦૩ કિલોમીટરના અંતરે લોકો અને વાહન ચાલકોની સલામતી અને સુરક્ષા માટે ધોરી માર્ગો પર હંગામી ચોકીઓ ઉભી કરવામાં આવતી હોય છે.

ભાણવડ શહેરની ચારે તરફ આવી સ્થાઈ અને અસ્થાઈ ચોકીઓ આવેલી છે જેમાં ત્રણ પાટીયા, કપૂરડી પાટિયા, ગળું પાટિયા અને ખંભાળીયા તરફ જતાં માર્ગ પર આવી ચોકીઓ આવેલ છે.

ચૂંટણી નક્કી થઈ આવતાં હાલ ખંભાળીયા પાટીયા, રવિરાજ ચોકડી ઉપર એક અસ્થાઈ ચોકી ઉભી કરવામાં આવી છે. ચૂંટણી ગાળાનો સમય હોય અને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર જેવા જિલ્લાઓમા પ્રથમ ફેસમાં ચૂંટણી યોજાવાની હોય, નાગરિકોની સુરક્ષા, સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા હેતુ જ્યારે પોલીસ વિભાગ પગે તૈનાત છે, આવા પોલીસ વિભાગમાં ઘરના નિયમ ફરજિયાત પણે ચલાવવાની મન્શા ધરાવતાં કેટલાંક અયોગ્ય કર્મચારીઓ સરકારની ચયન પદ્ધતિનો ગેરલાભ ઉઠ્ઠાવીને નોકરીએ ચડી ગયા હોય છે, કાયદો અને વ્યવસ્થાને તેવા જ લોકોને કારણે ક્યારેક શર્મશાર સ્થિતિમાં મુકાઈ જવું પડતું હોય છે.

ચાર નવેમ્બરની સમી સાંજે એબીટુ આવી ચોકીઓ પર રાહદારી, વટેમાર્ગુ કે મુસાફરને કોઈ તકલીફ નથી પડતી ને, ચૂંટણીના મહાપર્વમાં આવી ચોકીઓ પરથી કોઈ દેશવિરોધી, રાષ્ટ્રવીરોધી કે કાયદાવિરોધી તત્વો પેસી તો નથી જતાં ને!! તેવી જાણકારી એકત્ર કરવાના હેતુસર એબીટુએ પ્રવાસ હાથ ધર્યો હતો.

અન્ય ત્રણ ચોકીઓ પર નિયમાનુસાર અને કાયદો વ્યવસ્થાને ઉની આંચ ન આવે તેવી વ્યવસ્થા જોવા મળી હતી, પરંતુ ગળું પાટીયા ચોકીએ સાંજે પાંચ વાગ્યે પસાર થતા, ત્રણ ચક્કા, ચાર ચક્કા કે એથી વધુ ચક્કા ધરાવતાં વાહનોને એન્ટ્રી કરાવવા રોકવામાં આવતાં હતા. બેશક આ કાયદો વ્યવસ્થાની બાબત છે પરંતુ સાંજે પાંચ વાગ્યે આ કામગીરી ચાલતી હોય અને મુસાફીર બિનજરૂરી રીતે પરેશાન થાય તો સવાલ કામગીરી પર ઉઠતા હોય છે ત્યારે ત્યાં ચાલી રહેલી કામગીરી ચૂંટણીને અનુલક્ષીને કરવામાં આવી હોય તો આવી એન્ટ્રી રાત્રીના સમયમાં કરવાની હોય કે સમી સાંજે? અગર આ કામગીરી અન્ય કોઈ બાતમી કે તેવા હેતુસરની હતી તો સ્થળ પર લેડી કોન્સ્ટેબલ અને GRD જવાન સિવાય અન્ય કોઈ વડા ASI/PSI હતા નહીં.

બાકીની ત્રણ સિવાય આ એક ચોકી પર આમ કેમ? તે જાણવાનો એબીટુએ પ્રયાસ હાથ ધર્યો તો આસપાસથી જાણવા મળ્યું કે સમી સાંજે વાહનોની એન્ટ્રી પડાવીને એક ચોક્કસ સંખ્યા રજીસ્ટરમાં એકત્ર કરી લેવામાં આવે છે જેથી રાત્રે વધુ જાગવું ન પડે!! સત્ય શું એ તો ફરજ પરના જવાનો જાણે પરંતુ સવાલ યા નિશાન ખડા કરતી તેવી કામગીરી નિયમનુસારની હતી કે કેમ તેની ભાળ ચોકીઓ પરનુ સુપરવીઝન સંભાળતા અધિકારીઓએ ચોક્કસ લેવી ઘટે. જો આવી કામગીરી સરકારને બદલે ઘરના નિયમોથી ચાલતી હોવાનું જાણવા મળે તો જરૂરી પગલાં પણ ભરવા જોઈએ.