વૃદ્ધોની મતદાન માટે પોરબંદર જીલ્લા ચુંટણી અધિકારીની અપીલ

જિલ્લા ચૂંટણી અધિકારી પોરબંદર તથા સ્વીપ નોડલ અધિકારી પોરબંદરના માર્ગદર્શન હેઠળ રાણાવાવ તાલુકાના રાણાખીરસરા મુકામે શ્રી જલારામ વૃદ્ધાશ્રમ ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.

વૃદ્ધાશ્રમના મેનેજર તથા ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યાં
આ દરમિયાન વૃદ્ધાશ્રમનાં વૃદ્ધો દ્વારા મતદાન કરવાનો સંકલ્પ લઈને મતદાન કરવા માટેના શપથ લેવામાં આવ્યા હતા. તથા તમામ વડીલો, યુવાનો તથા સમગ્ર પોરબંદર જીલ્લાના મતદાતાઓને મતદાન કરવા માટે અપીલ કરી હતી. આ તકે વૃદ્ધાશ્રમના મેનેજર તથા ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.