વિધાનસભા ચૂંટણીને લઈને પોરબંદર માં બેઠક

પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેકટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને વિધાનસભા ચૂંટણી-2022 અંતર્ગત જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ ચૂંટણી યોજાય તે અંગે અધિકારીઓ તથા નોડલ ઓફીસરોને જરૂરી માર્ગદર્શન તથા સુચનાઓ આપવામાં આવી હતી.

બેઠકમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં જિલ્લાની વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી યોજવા અંગે આદર્શ આચાર સંહિતાના અમલ તેમજ અધિકારીઓ/કર્મચારીઓની બદલી તેમજ રજા પર પ્રતિબંધ બાબતે જિલ્લા ચૂંટણી અધિકારી અશોક શર્માએ જરૂરી સુચનાઓ આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.ડી. નિનામા, જિલ્લા પોલીસ વડા ડૉ.રવિ મોહન સૈની, અધિક કલેકટર એમ.કે.જોષી સહિતના અધિકારીઓ તથા નોડલ ઓફીસરો હાજર રહ્યા હતા.