ગોહિલવાડના ગામોમાં ધામધુમથી ઉજવાશે ભવ્ય તુલસી વિવાહ

ભાવનગરમાં વિવિધ પંથકમાં અને ભાવનગરના ગારીયાધાર તેમજ તળાજા તેમજ મહુવા તાલુકામાં આવનારા સમયમાં આવી રહેલ બે દિવાળીના મહાપર્વની ઉજવણી કરવામાં આવશે જેમાં વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવશે આ ધાર્મિક કાર્યક્રમોમાં સામાજિક અને રાજકીય ગ્રહણ એવો પણ ખાસ હાજરી આપશે અને દેવદિવાળીને મહાપર્વની તુલસી વિવાહ તરીકે ઉજવણી કરવામાં આવશે

ગોહિલવાડના ગામોમાં ધામધુમથી ઉજવાશે ભવ્ય તુલસી વિવાહ કારતક સુદ 11 ને શનિવારે માતા વૃંદા અને ભગવાન ઠાકોરજીનો ભવ્ય લગ્નોત્સવ ગોહિલવાડના ગામે ગામ ધામધુમથી ઉજવાશે. ભગવાનના લગ્નને લઇને ગામો શણગારવામાં આવ્યા છે. ભગવાનના લગ્નોત્સવને વધાવવા લોકો થનગની રહયાં છે. ગુરુદત્તાત્રેય આશ્રમ ગૌધામ કોટિયા: જિલ્લાના જાણીતા પ્રાકૃતિક ધામ ગુરુદત્તાત્રેય આશ્રમ ગૌધામ કોટિયા (તા. મહુવા) ખાતે આગામી તા. 5 ને શનિવારે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નજીકના વાણીયાવીર તથા કુંઢડા નિવાસી કાળીયા ઠાકરની જાન સાંજના 4 કલાકે પધારશે. હસ્તમેળાપનો સમય રાત્રિના 11 કલાકે રાખેલ છે તેમજ રાસ ગરબા અને સંતવાણી ડાયરાનો કાર્યક્રમ પણ થશે. શેવડીવદર: શેવડીવદર ગામે ગામ સમસ્ત દ્વારા તુલસીવિવાહનું આયોજન કરવામાં આવ્યુ છે. ગૌશાળાના લાભાર્થે તા. 5ને શનિવારે ભવ્ય તુલસીવિવાહ યોજાશે તેમજ રાત્રિના હરિચંદ્ર તારામતિ આખ્યાનનું પણ આયોજન કરાયુ છે. પાંચ વાગે મહાપ્રસાદ પણ રાખેલ છે. તા. 3ને ગુરૂવારે ફુલેકુ રાખેલ છે. ધર્મપ્રેમી જનતાએ આ ધાર્મિક આમ ભાવનગરમાં વિવિધ પંથકમાં અને ભાવનગરના ગારીયાધાર તેમજ તળાજા તેમજ મહુવા તાલુકામાં આવનારા સમયમાં આવી રહેલ બે દિવાળીના મહાપર્વની ઉજવણી કરવામાં આવશે જેમાં વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવશે આ ધાર્મિક કાર્યક્રમોમાં સામાજિક અને રાજકીય ગ્રહણ એવો પણ ખાસ હાજરી આપશે અને દેવદિવાળીને મહાપર્વની તુલસી વિવાહ તરીકે ઉજવણી કરવામાં આવશે