વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારના વિવિધ વિભાગમાં બદલીનો દોર યથાવત છે. ત્યારે આજે આઈપીએસ બાદ 11 મામલતદારની બદલી કરવામાં આવી હતી.
વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારના વિવિધ વિભાગમાં બદલીનો દોર યથાવત છે. ચૂંટણીની જાહેરાત પહેલા વધુ એક વાર બદલીનો ધમધમાટ શરૂ થયો છે. ચૂંટણીની જાહેરાતના કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયા છે ત્યારે બદલી અને બઠતીના આદેશોની વણજાર અવિરતપણે ચાલું છે. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા વધુ 12 IPS અધિકારીઓની બદલી તેમજ 11 મામલતદારની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. અગાઉ પણ ગૃહ, મહસૂલ સહિતના વિભાગોમાં બદલીનો ધમધમાટ થયો હતો.