એ નેતા, જેણે પાર્ટી છોડી તોપણ ટિકિટ, “આપ” ની ચૂક ?

મધ્ય ગુજરાતની માતર બેઠક રાજકીય સસ્પેન્સને લઈને ચર્ચાનો મુદ્દો બની છે. આ બેઠક પર પહેલાંથી જ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. આવા સમયે આમ આદમી પાર્ટીએ મહિપતસિંહ ચૌહાણને ટિકિટ આપીને ત્રિકોણિયા જંગની જાહેરાત કરી છે, પરંતુ આ આખાય રાજકીય ઘટનાક્રમમાં મહિપતસિંહે દાવો કર્યો છે કે તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું છતાં પણ પક્ષે તેમને ટિકિટ આપી છે. મહિપતસિંહે માતર બેઠકની ઝાડુના નિશાન પર ચૂંટણી લડવાની જાહેરાત તો કરી, પરંતુ આમ આદમી પાર્ટી પાસે વધુ એક માગ મૂકીને ચિંતા વધારી દીધી છે.

આ ચૂક પ્રદેશના આગેવાનોની કે કેન્દ્રીય આગેવાનોની ? જો કે ટીકીટ ની ફાળવણી કેન્દ્ર કક્ષાએ થાય છે ત્યારે કેન્દ્રના આગેવાનોને કોણે ગુમરાહ કર્યા ?