રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, આનાથી ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા મજબૂત બનશે, પેમેન્ટ સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવામાં અને મની લોન્ડરિંગને રોકવામાં મદદ મળશે. ડિજિટલ ચલણનો ઉપયોગ સરકારી સિક્યોરિટીઝના સેટલમેન્ટ માટે કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે 9 બેંકોની સમાવેશ કરવામાં આવશે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI),બેંક ઓફ બરોડા (BoB), યુનિયન બેંક, HDFC બેંક, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, IDFC ફર્સ્ટ બેંક અને HSBC બેંકનો સમાવેશ કરવામાં આવશે.
ડિજિટલ કરન્સીના ફાયદા
દેશમાં આરબીઆઈની ડિજિટલ કરન્સી આવ્યા પછી તમારે તમારી પાસે રોકડ પૈસા રાખવાની જરૂર રહેશે નહીં. જેને તમે તમારા મોબાઈલમાં પણ રાખી શકો છે. તમે તેને તમારા મોબાઈલ વોલેટમાં રાખી શકશો અને આ ડિજિટલ કરન્સીના સર્ક્યુલેશન પર રિઝર્વ બેંકનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. ડિડિજિટલ ચલણથી સરકારની સાથે સામાન્ય લોકો અને વેપારીઓને માટેના વ્યવહારોની ખર્ચમાં ઘટાડો થશે. અગાઉ RBIએ આ બબાતે જાણકારી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય બેંક ડિજિટલના ઉદેશ્ય મુદ્રા સીબીડીસીના ઉદેશ્ય મુદ્રાના રૂપને બદલવા કરતા ડિજિટલ મુદ્રાનો પૂરક બનાવે છે અને વપરાશકર્તાઓને ચુકવણી માટે વધારાનો વિકલ્પ આપે છે કોઈપણ રીતે હાલની ચુકવણી પ્રણાલીઓને બદલવાનો હેતુ નથી. એટલે કે, તે તમારા વ્યવહારો પર કોઈ અસર કરશે નહીં. તે કોઈપણ રીતે હાલની ચુકવણી પ્રણાલીઓને બદલવાનો હેતુ નથી. એટલે કે, તે તમારા વ્યવહારો પર કોઈ અસર પડશે નહીં.