કોની કુદ્રષ્ટિ ભેનક્વડના જર્જરિત પુલ પર, કોના અહંકારનું પોષણ કરે છે આ પુલ!!

ભાણવડથી પોરબંદર વાયા નાગકા બખરલા જતાં રસ્તા પર રામસેવક હનુમાનજી મહારાજના મંદિરની લગોલગ વર્તુ-૨ ડેમને ડુંગરનું પાણી રળી આપતો વોકળો ક્લબલાટ સાથે મધુર સંગીત વગાડતો વહે છે, પરંતુ આ સંગીતને ફિક્કું પાડતો તેના પર આવેલો અને કોઈક મોટા નેતા કે અધિકારીની કુદ્રષ્ટિનો ભોગ બન્યો હોય તેમ જર્જરિત પુલ વહેણના સંગીતને રુંધી રહ્યો છે.

આ પુલ કોની મહેબાનીથી નથી બનતો એ સવાલથી પણ ખુબ મોટો સવાલ એ છે કે એ જર્જરિત હોવા છતાં રીપેર કરવામાં કોણ લાજ કાઢી રહ્યું છે? કોની લાજ કાઢવામાં આવે છે ?

ભાણવડ પંથકનો એક પણ નેતા એવા નહીં હોય જે આ પૂલની જર્જરિતતાથી વાકેફ નહીં હોય, એટલું જ નહીં આ નેતાઓ આ પુલ પરથી સડસડાટ એવી રીતે પસાર થઈ જાય છે જાણે કે આ પુલ બિસ્માર છે જ નહીં. રાજનીતિમા પણ હજારો નાટક ભજ્જવવા પડતા હોય છે તેથી એકાદ બે રોદા આવે તો પણ તેના પરથી ઝડપથી પસાર થનાર નેતાને વધુ મતો મળતા હોવાની પ્રચલિત માન્યતાને રાજઆકાઓએ પહેલેથી જ નાના નેતાઓમાં ઢાળી હોય છે.

પૂલની અવદશાને જોઈને લાગે નહીં કે ભાણવડના ભેનકવડમા કોઈને આ પુલ હવે રીપેર થશે કે કેમ એની ચિંતા હોય!!