તંત્ર આ તરફ પણ ધ્યાન આપે!!

હાલ બેરોજગારી અને મોંઘવારીમાં કેટલાંક લોકો ભાન ભૂલીને અર્થોત્પાજન માટે કાંઈ પણ કરવા તત્પર છે ત્યારે મોરબી દુર્ઘટનાને પગલે કેટલાંક લેભાગુ લોકો ફાળો એકત્ર ન કરે તેમજ ‘આ બાળકો મોરબીથી ખોવાયા છે’ જેવા શીર્ષક સાથે વહોટ્સપ પર અંડસંડ ફોટાઓ વાયરલ ન કરે, તે અંગે તંત્ર અગાઉથી જ સતર્કતા દાખવતા પગલાં ઉઠાવે તે જરૂરી હોવાનું લોકો માની રહ્યા છે. આજની પેઢી ભીડ અને ભીડતંત્ર સમજવા અજ્ઞાત છે ત્યારે જાહેર સ્થળોએ ભીડ એકત્ર ન થાય તે અંગે તકેદારી રાખશે તો જ મોરબી ‘ઝુલતા પુલ’ જેવી દુર્ઘટના નિવારી શકાશે, શાણા લોકો તો એમ પણ સૂચન કરી રહ્યા છે કે પાણી પહેલા પાળ નહીં બાંધવાની તંત્રની અને સરકારની નીતિના ભાગરૂપ આવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.

તંત્રના કેટલાંક લાંચીયા કર્મચારીઓ/અધિકારીઓના પાપે નિર્દોષ લોકોને જાનમાલ નું નુકશાન દિનબદીન વધી રહ્યું છે ત્યારે સતર્કતા અને તકેદારી દાખવવાની જવાબદારી ઉચ્ચ અધિકારીઓની છે