પોરબંદરમાં જલારામ જયંતિની ઉજવણી, મોરબીની ઘટનાને પગલે સાદાઈ પૂર્વક

ભક્ત શિરોમણી એવા જલારામ બાપાની રાજ્યભરમાં આજે 223મી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદર ખાતે પણ લોહાણા મહાજન સમાજ દ્વારા જલારામ જન્મ જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર લોહાણા મહાજન સમાજ દ્રારા દર વર્ષે જલારામ જયંતિની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે મોરબીની ઘટનાને પગલે સાદાઈપૂર્વક ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવતા શોભાયાત્રા સહિતના કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યાં હતા.

આજે 223મી જલારામ જયંતિની ઉજવણી શહેરના શીતલા ચોકમા આવેલ જલારામ મંદિર ખાતે મહાઆરતી તેમજ પ્રસાદી સહિતના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ લોહાણા મહાજન વાડી ખાતે સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા અંદાજીત 25-30 હાજર લોકો આ મહાપ્રસાદીનો લાભ લેશે.

જલારામ જયંતિને લઈને સેવાભાવી સંસ્થાઓ દ્રારા બ્લડ ડોનેશન કેમ્પ યોજી સેવાકીય કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એકત્રીત થનાર તમામ રક્ત હોસ્પિટલોમાં આપવામાં આવશે, જેથી જરૂરીયાત વાળા દર્દિઓને તેમજ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને તેમનો લાભ મળી રહે.