ઓરેવાના મેનેજર સહિત 9ની અટકાયત: મોટા માથા, સરકારી અધિકારીઓ બાકાત

ગુજરાતના મોરબીમાં થયેલા દર્દનાક અકસ્માત બાદ પોલીસે આ બ્રિજ અકસ્માતના આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અકસ્માત બાદ પોલીસે સોમવારે 9 લોકોની અટકાયત કરી હતી. આ તમામ લોકોની આ અકસ્માત અંગે પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ આ તમામ 9 લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે.

  • મોરબી હોનારત કેસમાં 9 લોકોની ધરપકડ
  • ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવે અને દિપક પારેખની ધરપકડ
  • ટિકિટ બારીના ક્લાર્ક મનસુખભાઇ ટોપીયા અને માદેવભાઇ સોલંકીની ધરપકડ
  • સિક્યુરિટી ગાર્ડ અલ્પેશ ગોહિલ, પ્રકાશ પરમારની ધરપકડ
  • દિલીપ ગોહિલ,મુકેશ ચૌહાણ, દેવાંગ પરમારની પણ ધરપકડ

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલો 143 વર્ષ જૂનો કેબલ બ્રિજ રવિવારે સાંજે તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 141થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઇને PM મોદી મંગળવારે બપોરે રૂબરૂ મોરબી આવશે.

જવાબદારો સામે કરાશે કાયદેસરની કાર્યવાહી: ગૃહ રાજ્યમંત્રી

ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ બ્રિજનું સમારકામ સંભાળનાર એજન્સી વિરુદ્ધ કલમ 304, 308 અને 114 મુજબ ક્રિમિનલ કેલ દાખલ કરવામાં કરવામાં આવ્યો છે. જેની તપાસ પણ આજે શરૂ કરવામાં આવશે.

આ મામલે પોલીસે પત્રકાર પરિષદમાં રેન્જ IG અશોક યાદવએ માહિતી આપતા જણાવ્યું કે, ગઈકાલે અતિ દુ: ખદ દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં અમે  લગભગ 24 કલાક સુધી કરૂણ દ્રશ્યો અમે જોયા હતા. આ અંગે અમે એક FIR દાખલ કરી છે. જેમાં 9 આરોપીઓ સામે મોરબી પોલીસે 304, 308, 114 અંતર્ગત ગુના દાખલ કર્યા છે.

વધુમાં IG અશોક યાદવે જણાવ્યુ હતુ કે, આ ઉપરાંત માનવતા માટે મોરબી પોલીસના એક-એક વ્યક્તિએ કામ કર્યુ હતું.