સરકાર કોને બચાવી રહી છે, શા માટે? દુર્ઘટનામાં ઓરેવા કંપની કે માલિકનું FIRમાં નામ કેમ નથી

મોરબી માટે ગઈકાલનો સન્ડે ‘બ્લેક સન્ડે’ સાબિત થયો છે. વીકેન્ડને એન્જોય કરવા માટે ખરીદેલી 17 રૂપિયાની ટિકિટ મોતની ટિકિટ સાબિત થઈ છે. ઓરેવા કંપનીએ પૈસા કમાવાની લાયમાંમાં ઝૂલતા પુલની કેપેસિટીથી અનેક ગણી ટિકિટ વહેંચીને અનેકની જિંદગી છીનવી લીધી છે. આખરે જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પરંતુ એમાં પણ મોટો વિવાદ છે. પોલીસ ફરિયાદમાં પુલનું મેઈન્ટેનન્સ કરનારી એજન્સી સામે 304, 308 અને 114ની કલમ લગાડી ગુનો નોંધાયો છે, પરંતુ ઓરેવા કંપની કે માલિકનું FIRમાં ક્યાંય નામ લખાયું નથી. બીજી તરફ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો નથી.

ઓરેવાના માલિક પરિવાર સાથે ઉદઘાટન કરવા પહોંચેલા
બ્રિજ બન્યા બાદ એનું ઉદઘાટન કરવા પહોંચેલા ઓરેવાના માલિક જયસુખભાઈ પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા, પરંતુ આ દુર્ઘટના બાદ પોલીસે ગુનો નોંધ્યો છે, જેમાં જયસુખભાઈ કે તેમની કંપનીનું નામ સુધ્ધાં લખવામાં આવ્યું નથી. ઝૂલતા પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે હતી અને ગ્રુપના MDએ પુલને ખુલ્લો મૂક્યો હતો. ઓરેવા ગ્રુપના જયસુખ ઓધવજી પટેલ સામે માનવવધનો ગુનો દાખલ કરવાની માગ થઇ રહી છે, કારણ કે નગરપાલિકા કે વહીવટી તંત્ર પાસેથી કોઈપણ NoC સર્ટિફિકેટ લીધા વગર જ ઓરેવા કંપનીએ આ પુલને ખુલ્લો મૂકી દીધો હતો.

સરકાર બચાવની ભૂમિકામાં?
રવિવારે જ્યારે આ ઘટના બની ત્યારે સમગ્ર મોરબી સ્તબ્ધ થઈ ગયું હતું. મોતની ચિચિયારીઓની સાથે એમ્બ્યુલન્સની સાયરનોએ ચકચાર જગાવી હતી. હોસ્પિટલોમાં લોકોનું દુઃખદ આક્રંદ જોવા મળતું હતું. ત્યારે રવિવારે રાત્રે પોલીસે જવાબદાર કંપની સામે 304, 308 અને 114ની કલમ લગાડીને સદોષ માનવવધનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે રાત્રે આઠ વાગ્યા પછી ફરિયાદ નોંધી હતી, જેમાં 50 લોકોનાં મોત અને 150 લોકો ઈજાગ્રસ્ત હોવાનો ઉલ્લેખ કર્યો છે. બીજી તરફ આ બ્રિજનું મેઈન્ટેનન્સ કરનાર ઓરેવા કંપની અને તેના માલિકનું નામ FIRમાં નોંધવામાં આવ્યું નથી. ત્યારે સરકાર જવાબદારોને બચાવી લેવાની ભૂમિકામાં હોય એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

ઓરેવાના માલિક પરિવાર સાથે ઉદઘાટન કરવા પહોંચેલા
બ્રિજ બન્યા બાદ એનું ઉદઘાટન કરવા પહોંચેલા ઓરેવાના માલિક જયસુખભાઈ પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા, પરંતુ આ દુર્ઘટના બાદ પોલીસે ગુનો નોંધ્યો છે, જેમાં જયસુખભાઈ કે તેમની કંપનીનું નામ સુધ્ધાં લખવામાં આવ્યું નથી. ઝૂલતા પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે હતી અને ગ્રુપના MDએ પુલને ખુલ્લો મૂક્યો હતો. ઓરેવા ગ્રુપના જયસુખ ઓધવજી પટેલ સામે માનવવધનો ગુનો દાખલ કરવાની માગ થઇ રહી છે, કારણ કે નગરપાલિકા કે વહીવટી તંત્ર પાસેથી કોઈપણ NoC સર્ટિફિકેટ લીધા વગર જ ઓરેવા કંપનીએ આ પુલને ખુલ્લો મૂકી દીધો હતો.

સરકાર બચાવની ભૂમિકામાં?
રવિવારે જ્યારે આ ઘટના બની ત્યારે સમગ્ર મોરબી સ્તબ્ધ થઈ ગયું હતું. મોતની ચિચિયારીઓની સાથે એમ્બ્યુલન્સની સાયરનોએ ચકચાર જગાવી હતી. હોસ્પિટલોમાં લોકોનું દુઃખદ આક્રંદ જોવા મળતું હતું. ત્યારે રવિવારે રાત્રે પોલીસે જવાબદાર કંપની સામે 304, 308 અને 114ની કલમ લગાડીને સદોષ માનવવધનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે રાત્રે આઠ વાગ્યા પછી ફરિયાદ નોંધી હતી, જેમાં 50 લોકોનાં મોત અને 150 લોકો ઈજાગ્રસ્ત હોવાનો ઉલ્લેખ કર્યો છે. બીજી તરફ આ બ્રિજનું મેઈન્ટેનન્સ કરનાર ઓરેવા કંપની અને તેના માલિકનું નામ FIRમાં નોંધવામાં આવ્યું નથી. ત્યારે સરકાર જવાબદારોને બચાવી લેવાની ભૂમિકામાં હોય એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

નગરપાલિકાના અધિકારીઓ સામે કેમ ગુનો ના નોંધાયો
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં સંચાલક કંપની ઓરેવા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઓરેવા કંપનીએ ઓફિશિયલી જાણ કર્યા વગર જ લોકોને બ્રિજ પર જવા દીધા હતા. સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે નગરપાલિકાનો ઝૂલતો પુલ જે અતિજર્જરિત હાલતમાં હતો. એ સમયે ત્યારે લોકો માટે વપરાશ બંધ કરવામાં આવ્યો હતો. ઓરેવા ગ્રુપ છે એ અજંટા ઓરેવા ગ્રુપ એના દ્વારા આ ઝૂલતા પુલને ફરીથી સ્થાપિત કરવા માટે મેઇન્ટેનન્સ અને સમારકામ તૈયારી દર્શાવી હતી. એ અનુસંધાને કલેક્ટરની પણ મીટિંગ થયેલી હતી. એમાં એના દર નક્કી કરીને આ એગ્રીમેન્ટ કરીને એને સુપરત કરવાની કાર્યવાહીનો અનુરોધ થયો હતો. એ આધારે 7 માર્ચે ઓરેવા કંપની સાથે જરૂરી એગ્રીમેન્ટ કરી એને 15 વર્ષ માટે સમારકામ, મેઇન્ટેનન્સ અને એના તમામ આનુષંગિક ખર્ચા અને કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટે આપવામાં આવ્યો હતો. આખરે નગરના કોઈપણ પ્રવાસન સ્થળની જવાબદારી નગરપાલિકાની હોય છે. તો આ દુર્ઘટનામાં નગરપાલિકાના અધિકારીઓ સામે કેમ કોઈ ગુનો નથી નોંધાયો એવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે.

દુર્ઘટનાની FIR અક્ષરસઃ

ઈ.પી.કો કલમ 304,308 અને 114 મુજબ એ એવી રીતે કે મોરબી ખાતે મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ કે જે યોગ્ય સમારકામ અને મેઇન્ટેનેન્સ તથા મેનેજમેન્ટના અભાવે યાંત્રિક ખામી કે અન્ય કોઈ કારણસર આજરોજ સાંજના 8.30ના અરસામાં તૂટી ગયેલો હોવાથી આશરે 50થી વધુ લોકોનાં મૃત્યુ નીપજ્યાં તથા આશરે 150થી વધુ વ્યક્તિઓને નાનીમોટી ગંભીર તથા સામાન્ય ઈજાઓ થયેલી. આ બ્રિજનું સમારકામ તથા મેઇન્ટેનેન્સ તથા મેનેજમેન્ટ કરનારી વ્યક્તિ/ એજન્સીઓએ આ બ્રિજનું યોગ્ય રીતે સમારકામ/ મેઇન્ટેનન્સ તથા ક્વોલિટી ચેક કર્યા, યોગ્ય કાળજી રાખ્યા વિના તથા યોગ્ય મેનેજમેન્ટ નહીં કરી તેમના આવા ગંભીર બેદરકારી તથા નિષ્કાળજી ભરેલા કૃત્યને કારણે આ ઝૂલતા પુલ પર પ્રવાસન અર્થે આવતા આમનાગરિકોનાં મૃત્યુ નીપજવાનો તથા શારીરિક હાનિ પહોંચવાની સંભાવના તથા જાણકારી હોવા છતાં સામાન્ય માણસની જિંદગી જોખમાય એવું જાણતા હોવા છતાં આ બ્રિજ તા. 26/10/2022ના રોજ ખુલ્લો મુકેલો, જેને કારણે ઉપરોક્ત દુઃખદ ઘટના બનવા પામેલ હોવાથી જે ઘટનામાં આશરે 50થી વધુ લોકોનાં મોત નીપજ્યા હોય તથા અન્ય આશરે 150થી વધુ લોકોને નાનીમોટી ગંભીર તથા સામાન્ય ઈજાઓ થયેલી હોવાથી આ મચ્છુ નદી પર આવેલા પુલનું સમારકામ, મેઇન્ટેનેન્સ તથા મેનેજમેન્ટ કરનારી વ્યક્તિઓ/ એજન્સીઓએ ગુનો કર્યા બાબત..

તા.30/10/2022 મારું નામ પ્રકાશભાઈ અંબારામભાઈ દેકાવાડિયા, પોલીસ-ઈન્સ્પેક્ટર, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન. જિ, મોરબી.

અમો મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ-ઈન્સ્પેક્ટર તરીકે છેલ્લા છ માસથી ફરજ બજાવીએ છીએ અને અમારી ફરજમાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની છે.

આજ રોજ મોરબી મચ્છુ નદી ઉપર આવેલ ઝૂલતો પુલ પર્યટન સ્થળ આવેલું હોય, જે ઝૂલતો પુલ કે જે સને-1887માં મોરબી સ્ટેટ દ્વારા બનાવવામાં આવ્યો હતો. એ બ્રિજની લંબાઈ આશરે 765 ફૂટ, પહોળાઈ 4.6 ફૂટ તથા ઊંચાઈ 60 ફૂટની છે, જે વખતો વખત સરકારશ્રીના અલગ અલગ વહીવટી તંત્ર દ્વારા ખાનગી એજન્સીઓ મારફત સમારકામ મેઇન્ટેનન્સ અને મેનેજમેન્ટ કરી સ્થાનિક લોકોની સુખાકારી અને આનંદપ્રમોદ તથા પ્રવાસન માટે ખુલ્લો રાખવામાં આવતો હતો. એ બ્રિજ આજથી આશરે આઠેક માસથી મેઇન્ટેનન્સ માટે બંધ રાખ્યો હોય, જે પુલનું સમારકામ તેમજ મેઇન્ટેનન્સ ખાનગી એજન્સી દ્વારા પૂરું થઈ જતાં ગત તા. 26/10/2022ના રોજ આ પુલ પર્યટન સ્થળ તરીકે આમ જનતાના આનંદપ્રમોદ અર્થે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. એ જગ્યાએ હાલમાં દિવાળીના તહેવારના દિવસો ચાલતા હોય, જેથી ઘણા બધા લોકો પર્યટન અર્થે આવતા-જતા હતા.

આજરોજ અમે બપોરના કલાક 14.00થી મોરબી મહારાણા પ્રતાપ સર્કલ ખાતેથી સવે એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા સરદાર પટેલ જન્મજયંતી નીમિત્તે એકતા યાત્રા રેલી અનુસંધાને સ્ટાફના માણસો સાથે બંદોબસ્તમાં હતા એ દરમિયાન આશરે 18.30 વાગ્યાના અરસા દરમિયાન અમને જાણવા મળ્યું કે આ મચ્છુ નદી ઉપર આવેલ ઝૂલતો પુલ કોઈ યાંત્રિક ખામી સર્જાતાં કે અન્ય કારણોસર વચ્ચેના ભાગેથી તૂટી નીચે નદીના ભાગે પડી ગયો અને આ વખતે આ બ્રિજ ઉપર આશરે 250થી 300 માણસો પર્યટન અર્થે હરવા ફરવા આવ્યા હતાં. તેઓ આ બ્રિજ ઉપર હતા અને આ બ્રિજ તૂટી જવાથી મોટા ભાગના લોકો મચ્છુ નદીના પાણીમાં પડી ગયા, જેમાં નાનાંમોટાં સ્ત્રી, પુરુષો, બાળકો તથા વૃદ્ધો વગેરે હતાં. જેથી અમે તાત્કાલિક તાબાના માણસો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા અને મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ મારફત જિલ્લાની તમામ પોલીસ ફોર્સને તાત્કાલિક ઘટનાસ્થળે બચાવ રાહતની કામગીરી માટે બોલાવી હતી તેમજ આ વખતે મોરબી નગરપાલિકા તથા 108 તથા સરકારી હોસ્પિટલ સ્ટાફ તથા ફાયરબ્રિગેડ તથા અન્ય સરકારી તંત્ર તથા સેવાભાવી સંસ્થાના માણસો તથા સ્થાનિક આગેવાનો આ બચાવ કામગીરીમાં જોડાયા હતા. બચાવ કામગીરી દરમિયાન આશરે 200થી વધુ લોકોને મચ્છુ નદીના પાણીમાંથી તરવૈયા, હોડકા, જેસીબી તથા રસ્સા વડે બહાર કાઢી 108 તથા સરકારી ખાનગી એમ્બ્યુલન્સોની મદદથી સરકારી તથા ખાનગી હોસ્પિટલો ખાતે સારવાર માટે મોકલી આપેલા. દરમિયાન અમને જાણવા મળ્યું કે આ ઈજાગ્રસ્તો પૈકી આશરે 50થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે તથા અન્ય લોકોને નાનીમોટી ગંભીર તથા સામાન્ય ઈજા થઈ છે.

આમ, આ મોરબી ખાતે મચ્છુ નદી પર આવેલા ઝૂલતો પુલ કે જે યોગ્ય સમારકામ અને મેઇન્ટેનન્સ તથા મેનેજમેન્ટના અભાવે યાંત્રિક ખામી કે અન્ય કોઈ કારણસર આજરોજ સાંજના 18.30ના અરસામાં તૂટી ગયો હોવાથી આશરે 50થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે તથા આશરે 150થી વધુ વ્યક્તિઓને નાનીમોટી ગંભીર તથા સામાન્ય ઈજાઓ થઈ હતી. આ બ્રિજનું સમારકામ તથા મેઇન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનારી વ્યક્તિ/એજન્સીઓએ આ બ્રિજનું યોગ્ય રીતે સમારકામ તથા ક્વોલિટી ચેક કર્યા, કાળજી રાખ્યા વગર તથા યોગ્ય મેનેજમેન્ટ નહીં કરી તેમના આવા ગંભીર બેદરકારી તથા નિષ્કાળજી ભરેલ કૃત્યના કારણે આ ઝૂલતા પુલ પર પ્રવાસન અર્થે આવતા આમ નાગરિકોનાં મોત નીપજવાનો તથા શારીરિક હાનિ પહોંચવાની સંભાવના તથા જાણકારી હોવા છતાં સામાન્ય માણસની જિંદગી જોખમાય તેવું જાણતા હોવા છતાં આ બ્રિજ તા 26/10/2022ના રોજ ખુલ્લો મૂકેલો, જેને કારણે ઉપરોક્ત દુઃખદ ઘટના બનવા પામા હોઈ, જે ઘટનામાં આશરે 50થી વધુ લોકોનાં મૃત્યુ નીપજ્યાં તથા અન્ય આશરે 150થી વધુ લોકોને નાનીમોટી ગંભીર તથા સામાન્ય ઈજાઓ થયેલી હોઈ, જેથી આ મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું સમારકામ, મેઇન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનારી વ્યક્તિઓ/એજન્સીઓ વિરુદ્ધ તથા તપાસમાં ખૂલે તો તેઓ વિરુદ્ધ ઈ.પી.કો કલમ- 304,308 114 મુજબ શ્રી સરકાર તરફ મારી ધોરણસર થવા ફરિયાદ છે.

એટલી મારી ફરિયાદ હકીકત મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી હોઈ, જે વાંચીસમજી આ નીચે મેં મારી સહી કરી આપી છે.