મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા છે. આ ઘટના બાદ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મોરબીમાં દિવાળીની રજાઓમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ત્યારે આજે પણ લોકોની ભીડ જામતા મોડી સાંજે આ પુલ બે ભાગમાં કટકા થઈને તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા. જેમાં 60 બૉડી કાઢ્યાનો કાન્તિ અમૃતિયાએ દાવો કર્યો છે. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે. કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને 2-2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી છે. જ્યારે સારવાર માટે રાજકોટમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે અલગ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.
- LIVE અપડેટ્સ
પોલીસે SITની રચના કરી - રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ તબીબોની ટીમ મોરબી જવા રવાના
- મોરબીની આસપાસની તમામ હોસ્પિટલોને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ
- ઓરેવા ટ્રસ્ટના જયસુખ ઓધવજી પટેલ સામે માનવ વધનો ગુનો દાખલ કરવાની માંગ
- જવાબદાર ઓરેવા ટ્રસ્ટ સામે કાર્યવાહી કરવાની લોકોમાં માંગ
- મોરબી સિવિલ હોસ્પિટલમાં પણ લોકોના ટોળેટોળા એકત્ર થવા લાગ્યા
- 150 લોકો બ્રિજ પર હતા તેમાંથી 75 લોકોને હોસ્પિટલમાં પહોંચાડાયા છે અને હજી 75 લોકો લાપતા છે: હર્ષ સંઘવી
- અમારી 18 એમ્બ્યુલન્સ કામે લાગી છે- ઇમરજન્સી સર્વિસના પીઆરઓ વિકાસ બિહાની
- 50 કરતાં વધુ લોકોને નદીની બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે- વિકાસ બિહાની
- 50 જેટલા દર્દીના વાઈટલ જ મળતા નથી તેમ છતાં તેમને હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવી રહ્યા છે- વિકાસ બિહાની
- મોરબી જવાના તમામ રસ્તાઓ પર ચિક્કાર ટ્રાફિક
- અમિત શાહે હર્ષ સંઘવી સાથે વાત કરી
- 60 બોડી કાઢ્યાનો કાન્તિ અમૃતિયાનો દાવો
- 50થી વધુ લોકોને બેભાન હાલતમાં હોસ્પિટલ લઇ જવાયા
- કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે મૃતકોના પરિવાજનોને 4-4 લાખ અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર સહાય જાહેર
- મોતના આંકડામાં 10થી વધુ બાળકોનો સમાવેશ, મોતનો આંકડો વધુ શકી છે
- મોરબી બાંધકામ સમિતિના ચેરમેન ઘટના સ્થળે
- CM ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મોરબી જવા રવાના
- CM ભૂપેન્દ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા
- મંત્રી બ્રિજેશ મેરજાએ 40થી વધુના મોત થયા હોવાનું જણાવ્યું
- તાત્કાલિક સારવાર કઇ રીતે આપી શકાય તે અમારી પ્રાથમિકતા છે: હર્ષ સંઘવી
- 70થી વધારે ઇજાગ્રસ્તો ને હોસ્પિટલ પહોંચાડાયા: હર્ષ સંઘવી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે ટવિટ કરી દુઃખ વ્યક્ત કર્યું,
રાહુલ ગાંધીએ દુ:ખ વ્યક્ત કર્યું
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું