કોરોનાના કપરા કાળમાં પરિક્રમા બંધ હતી હવે ધામધૂમપૂર્વક પરિક્રમા ની ઉજવણી કરવા માટે આયોજન અંગેની બેઠક મળી હતી. આ બેઠકની શરૂઆતમાં ભવનાથના સાધુ સંતોએ લાઈટ પાણી રસ્તા દવા વાહન સહિતના અનેક મુદ્દે પહેલા તંત્રને રજૂઆત કરી હતી. આ તમામ કામગીરીઓ તાત્કાલિક પૂર્ણ કરવા તંત્રને અપીલ કરી હતી ત્યારબાદ સામાજિક અગ્રણી બટુકભાઈ મકવાણા દ્વારા વહીવટી તંત્ર ઉપર સવાલોનો મારો શરૂ થતા જવાબદાર અધિકારીઓ એ જવાબ આપવાને બદલે સાધુ સંતો પોતે જવાબ આપવા માંડ્યા હતા.
આ સમગ્ર મામલે જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી દરમિયાનગીરી કરતા હતા આ દરમિયાન બટુકભાઈ મકવાણા એ જણાવ્યું હતું કે હું 15 વર્ષનો હતો ત્યારથી સ્વર્ગસ્થ ગોપાલાનંદ બાપુ સાથે પરિક્રમાનના આયોજનમાં જોડાયેલો છું જેથી સાધુ સંતોએ જણાવેલ હતું કે ગોપાલાનંદ બાપુ કોંગ્રેસી હતા અને તે તંત્રની આલોચના કરતા હતા તંત્રએ જે સારી કામગીરી કરી છે તે બિરદાવી જોઈએ આ અંગે ધારાસભ્યએ દરમિયાનગીરી કરતા ધારાસભ્ય સાથે સાધુ-સંતો ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા હતા. આ સમગ્ર બનાવો જોઈને વહીવટી તંત્રના અધિકારીઓને મજા પડી ગઈ હતી