જામનગરમાં વ્યાજે લીધેલા 3 ના 8 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોનો ત્રાસ

જામનગરના ટાઉનહોલ પાસે મોબાઇલની દુકાન ધરાવતા એક યુવાને પોતાની જરૂરિયાત માટે અંબર ચોકડી પાસે આવેલા યસ મોબાઈલ વાળા રાજુભાઈ ગોહિલ પાસેથી રૂપિયા ત્રણ લાખની રકમ પ્રતિ દિવસે 3,000 વ્યાજ પેટે આપવાની શરતે લીધા હતા. ત્યારે આ યુવકે રૂપિયા 8.40 લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર શખ્સે યુવાનને ધાકધમકી આપી વધુ રૂપિયાની માંગણી કરી હતી. જેને લઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

દિવસના 3 હજાર લેખે રૂપિયા વ્યાજે આપ્યાં
જામનગરની સુપર માર્કેટ પાસે આવેલા વાણંદશરીમાં રહેતા અને ટાઉનહોલ પાસે નિશિત મોબાઈલ નામની દુકાન ધરાવતા નિશ્ચિત સુરેશભાઈ મજેઠીયા નામના યુવાને આજથી દોઢ વર્ષ પૂર્વે પોતાના ધંધાની જરૂરિયાત માટે અંબર ચોકડી પાસે આવેલી યસ મોબાઈલ વાળા રાજુભાઈ ગોહિલ નામના શખ્સ પાસેથી રૂપિયા 3 લાખની રકમ વ્યાજે લીધી હતી. પ્રતિ લાખ દીઠ એક દિવસના 1000 મળી કુલ 3 લાખના એક દિવસના 3000 રૂપિયા વ્યાજ આપવાની શરતે આરોપી રાજુભાઈએ નિશિતને ત્રણ લાખની રકમ આપી હતી. આ રકમ ઉપર નિશિતે 14 મહિના સુધી રૂપિયા 8,40,000 જેટલી રકમ ચૂકવી દીધી હતી. ત્યારબાદ ધંધો નહીં ચાલતા 3 લાખની રકમ પણ ચૂકતે કરવામાં મુસીબત શરૂ થઈ હતી. જેને લઈને રાજુભાઈ અવારનવાર નિશિત પાસે આવીને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હતા. તેમજ જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખીશ એવી પણ રજુએ ધમકી આપી હતી. આ બનાવો અંગે નિષિતે આરોપી રાજુ ગોહિલ સામે ગુજરાત નાણાં ધીરધાર કરનાર અધિનિયમ તેમજ ધાક ધમકી સંબંધની ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે, ચાર વર્ષ પૂર્વે પણ નિશિતે પોતાના ધંધાની જરૂરિયાત મુજબ આરોપી રાજુ પાસેથી રૂપિયા 3 લાખ આ જ પ્રમાણે વ્યાજે લીધા હતા. સાત મહિના સુધી રૂપિયા 6.30 લાખ ચૂકતે કરી દીધા હતા. ત્યારબાદ વધુ રૂપિયાની જરૂર પડતા ફરીથી ત્રણ લાખની રકમ વ્યાજે લીધી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે
જામનગરના સુપરમાર્કેટ સામે વાણંદ શેરીમાં રહેતા નિશીત સુરેશભાઈ મજીઠીયાએ ટાઉનહોલ સામે આવેલા શ્રીધન એપાર્ટમેન્ટમાં રહેતાં તેમજ યશ મોબાઇલના માલિક રાજુ ગોહિલ પાસેથી દોઢ વર્ષ પહેલાં ત્રણ લાખની રકમ વ્યાજે લીધી હતી. આ રકમ 14 મહિનામાં વ્યાજ સહિત રૂા.8,40,000 ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર રાજુ દ્વારા આ મૂળ રકમની ઉઘરાણી માટે વેપારી યુવાનને મારી નાખવાની ધમકી આપી હતી. આથી સીટી-એ ડિવિઝન પોલીસે રાજુ ગોહિલ વિરુદ્ધ IPC કલમ 506 તથા મનીલેન્ડર્સ એક્ટ કલમ 5 અને 33 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.