રાહુલ ગાંધી અને અભિનેત્રી પૂનમ કૌરની તસવીર પર કટાક્ષ કરનાર બીજેપી નેતા પ્રીતિ ગાંધી શનિવારે ટ્રોલ થઈ હતી. બંનેની તસવીર પર ખોટી રીતે કોમેન્ટ કરવું તેમને ઘણું ભારે પડી ગયું. એક તરફ સોશિયલ મીડિયા યુઝર્સે તેમને ખૂબ ઠપકો આપ્યો તો બીજી તરફ કોંગ્રેસ પણ તેમના પર પ્રહારો કરી રહી છે. આખરે અભિનેત્રી પૂનમ કૌર પોતે આગળ આવી અને ભાજપ નેતા પ્રીતિ ગાંધીને જડબાતોડ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કેમ હાથ પકડ્યો હતો.
ભારત જોડો યાત્રા દરમિયાન અભિનેત્રી પૂનમ કૌર અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. આમાં બંને એકબીજાનો હાથ પકડેલા જોવા મળે છે. આ તસવીર ટ્વિટર પર પોસ્ટ કરીને કર્ણાટક બીજેપી નેતા પ્રીતિ ગાંધીએ કટાક્ષ કર્યો હતો. તેમણે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું કે “પોતાના પરદાદાના પગલે ચાલતા!”
પૂનમ કૌરે આપ્યો જડબાતોડ જવાબ
પ્રીતિ ગાંધીના આ ટ્વિટ પર પૂનમ કૌરે જડબાતોડ જવાબ આપ્યો છે. આને રિટ્વીટ કરીને લખ્યું- “આ ખરેખર તમે અપમાન કરી રહ્યા છે. યાદ રાખો, PM નારી શક્તિ વિશે વાત કરે છે. હું લપસી ગઈ હતી અને પડી જવાની હતી, ત્યારે સરે આ રીતે મારો હાથ પકડી લીધો. ” તેમણે રાહુલ ગાંધી માટે લખ્યું, આભાર સર.
સુપ્રિયા શ્રીનેતે પણ આપ્યો જવાબ
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પણ પ્રીતિ ગાંધીના ટ્વીટનો જવાબ આપ્યો હતો. તેમણે ટ્વિટર પર લખ્યું, “હા, તેઓ તેમના પરદાદાના પગલે ચાલી રહ્યા છે અને આપણા આ મહાન રાષ્ટ્રને એક કરી રહ્યા છે.” તેમણે પ્રીતિ ગાંધી વિશે લખ્યું, “તમારા બાળપણના દુ:ખ ખૂબ ઊંડા છે અને તમારા ખરાબ થઈ ચુકેલા મનનો પુરાવો છે. તમને સારવારની જરૂર છે. આ સિવાય યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ લખ્યું, શરમજનક વાત એ છે કે તે એક મહિલા છે.