આહીર સમાજ ભાણવડ તેમજ આહીર કર્મચારી મંડળ ભાણવડના સંયુક્ત ઉપક્રમે લાભપાંચમના પાવન પર્વ નિમિત્તે આહીર સમાજનું સ્નેહ મિલન, તેજસ્વી તારલા વિદ્યાર્થીઓ અને નવનિયુક્ત સરકારી કર્મચારીઓનો સન્માન સમારોહ ભાણવડ આહીર સમાજ વાડી ખાતે યોજાયો,
આ ત્રિવિધ કાર્યક્રમ આહીર સમાજના પ્રમુખ સાજણભાઈ રાવલીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં પૂર્વમંત્રી મૂળુભાઈ બેરા, ભાણવડ તાલુકા પંચાયત પ્રમુખ માલદે રાવલીયા, જી. પં. ના સદસ્ય કે. ડી. કરમુર, સહકારી ક્ષેત્રના આગેવાન હમીર કનારા, જી. પં. જામનગરના પૂર્વ પ્રમુખ પાલા કરમુર, આહીર કર્મચારી મંડળ અને આહીર સોશ્યલ ગ્રુપના પ્રમુખ અર્જુન ગાગલીયા, તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદ કનારા, તા. પં. ના સભ્ય વરવાભાઈ ગોજીયા અને મુકેશ વાવણોટીયા, ડો, ઉમેશ ચંદ્રાવાડીયા, ન. પા. સદસ્ય ભરત વારોતરીયા, અને દેવાભાઈ ભોચીયા, દેવશીભાઈ કરમુર, કરસન ભેડા, પરબત કરમુર, રામભાઈ કરમુર, દેવા ગોધમ, રણમલ કરંગીયા, સમાજના ટ્રસ્ટી હમીર છુછર, પુના રાવલીયા, ભીખુ ગોજીયા, વજસી નંદાણીયા, નારણભાઈ રાવલીયા, કે. કે. નંદાણીયા, પત્રકાર મારખી વરૂ, કિશન ગોજીયા તેમજ વિવિધ ગામના સરપંચો, કર્મચારીઓ, વેપારીઓ, સામાજિક અને રાજકીય આગેવાનો અને બહોળી સંખ્યામાં આહીર સમાજના બહેનો-ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા જેતસીભાઈ ડાંગર, શૈલેષ ડાંગર, રણમલ બારીયા, અશોક કરમુર, જેન્તી ગોધમ, વેજાણંદ ગોજીયા, હમીર ભાદરકા, નગાભાઈ રાવલીયા, સંજય ચાવડા તેમજ આહીર કર્મચારી મંડળ અને આહીર સોશ્યલ ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી,
કાર્યક્રમનુ સંચાલન રાજુભાઈ ગોધમ અને જેતસીભાઈ ડાંગર દ્વારા કરવામાં આવેલ હતું. અત્રે ઉલ્લેખનીય છે ભાણવડ – ખંભાળિયા વિધાનસભા સીટ આહીર બહુલ્ય મતદાર સીટ છે અને પૂર્વે હરિદાસ લાલ સિવાય આ સીટ પર આહીર ઉમેદવાર જ જીત્યા છે, વિસ્તારમાં રાજકીય સમીકરણ ન જોઈએ તો આહીર એકતા માટે આ વિસ્તારનું આહીર સંગઠન એક અને એકત્ર છે.
આ તકે ઉપસ્થિત રાજકીય આગેવાનોના વક્તવ્ય પણ રાજકીય ન હોતા સંગઠનને ઉદેશીને રહ્યા હતા, જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું સન્માન ક્રમાનુસાર રાજકીય આગેવાનોએ કર્યું હતું, નીચે આપેલી તસ્વીરોમાં જુઓ કોણ હાજર અને કોણ ગેરહાજર રહ્યું!!