બર્ડાઈ બ્રાહ્મણ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ આજે, તડામાર તૈયારીઓ!!

સમગ્ર વિશ્વમાં પથરાયેલી અને પોરબંદર જિલ્લો જેના હબ તરીકે મનાય છે તેવી બર્ડાઇ બ્રાહ્મણ જ્ઞાતિના સન્માન સમારંભનું આયોજન શ્રી બર્ડાઇ બ્રાહ્મણ વિદ્યોતેજક યુવકમંડળ ઝુંડાળા ખાતે આજે બપોરે ૩:૩૦ કલાકે આયોજીત કરવામાં આવ્યું છે.

આ આયોજનમાં જ્ઞાતિની વિવિધ સંસ્થાઓએ તડામાર તૈયારીઓ નવરાત્રીમાં જ આરંભ કરી હતી, અગાઉના અને આ વખતના આયોજનમાં એક મોટો તફાવત એ છે કે અગાઉ દીપાવલી બાદ આવા આયોજનો તડા અને વાડા મુજબ અલગ અલગ યોજાતા હતા, આ વખતે સંયુક્તપણે યોજાઈ રહ્યું છે.

વિદ્યાર્થી સન્માન સમારંભમાં વર્ષોથી જ્ઞાતિમા છાંયા બર્ડાઇ બ્રહ્મસમાજ મોખરે અને અગ્રિમ છે, આવા છાંયાની સંસ્થામાં હોદેદારો બદલતા સંયુક્ત આયોજનને કેટલાંક પ્રશ્નો સાથે વેગ મળ્યો છે, જ્ઞાતિનો એક મોટો વર્ગ ઈચ્છતો હતો કે તડા વાડા નહીં પણ જ્ઞાતિજોગ અને ભવ્ય આયોજન થાય.

કાર્યક્રમને સફળ બનાવવા છાંયા અને ઝુંડાળા સંસ્થાના પ્રમુખ એવા શૈલેષ જોશી, ઝુંડાળા સંસ્થાના મહામંત્રી અનિલ બાપોદરા, રાજકારણમાં મોટું કદ ધરાવતાં અને શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા અશોક મોઢા, તળપદ કોલીવાડ સંસ્થાના મંત્રી ધવલ જોશી, પેસેન્જર એસોસીએશનના અને કોલીવાડ સંસ્થાના પ્રમુખ દિનેશ થાનકી તેમજ વિવિધ સંસ્થાની યુવા વિંગ, ગ્રામ્ય સંસ્થાઓના આગેવાનોએ કમર કસી હતી.

આજરોજ બપોરે આ આયોજનને કાર્યક્રમનું સ્વરૂપ મળશે, જેમાં જ્ઞાતિના વિવિધ દાતાઓ, અગ્રણીઓ અને આગેવાનો સપરીવાર સામેલ થશે.