બ્રિટનના ઇતિહાસમાં પહેલી વખત કોઇ ભારતીય મૂળના વ્યક્તિ વડાપ્રધાન બન્યા છે. ઋષિ સુનકની આ ઉપલબ્ધિ ભારતીયો માટે ગર્વની વાત હોય શકે છે… પરંતુ શું ભારત માટે ફાયદાકારક હશે?
ઇન્ટરનેશનલ સંબંધોને તપાસવા-પરખવાની સૌથી મોટી કસોટી ઇકોનોમિક રિલેશન્સ માનવામાં આવે છે. તેના હિસાબથી હજુ ભારતની સ્થિતિ બ્રિટનથી થોડી સારી માની શકાય છે. પૂર્વ બ્રિટિશ પીએમ બોરિસ જોનસને 2021ની ભારત યાત્રા દરમિયાન આર્થિક સંબંધોને સારા બનાવવાની કવાયત પણ શરૂ કરી દીધી હતી.
બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, રોકાણ વધારવા જેવા નિર્ણય બેક્ઝિટ બાદ બ્રિટન માટે વધુ જરૂરી છે. બોરિસ જોનસનની કેબિનેટમાં વિદેશ મંત્રી રહેલા લિઝ ટ્રસ જ્યારે ખુદ પીએમ બન્યા તો તેમની નીતિઓ પણ ભારત સાથેના સંબંધ મજબૂત કરવાની જ હતી. પરંતુ બોરિસ જોનસન અથવા લિઝ ટ્રસની તુલનામાં જોઇએ તો ઋષિ સુનક ભારતમાં સરકારી નીતિઓના મોટા આલોચક રહ્યા છે.
હવે પીએમ બન્યા બાદ ઋષિ સુનક પણ ભારતના આર્થિક-વ્યૂહાત્મક સંબંધ તો બગાડવા નહીં માંગે, પરંતુ બ્રિટનમાં પોતાની લોકપ્રિયતા વધારવા માટે તેઓ પોતાના નિવેદનો અને નિર્ણયોમાં ભારત પ્રત્યે કડવાશ બતાવવાથી પણ પાછળ નહીં હટે.
આનો સૌથી મોટો સંકેત ઋષિ સુનકની કેબિનેટમાં સુએલા બ્રાવરમેનની ગૃહમંત્રી તરીકેની વાપસી છે. સુએલાના પિતા ગોવા મૂળના અને માં તમિલ મૂળના છે, પરંતુ તે બ્રિટનમાં ઇમિગ્રેન્ટ્સની વધતી સંખ્યા વિરૂદ્ધ પોતાનુ કડક વલણ અપનાવી રહી છે. તે ત્યાં સુધી કહી ચૂકી છે કે ભારતીય જ સૌથી વધુ વીઝા નિયમ તોડે છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી પણ બ્રિટનમાં ઇમિગ્રેટ્સની સંખ્યા વધશે.
જાણો, ઋષિ સુનકના ની તાજપોશીથી ભારત-બ્રિટનના સંબંધો પર અંતે શું અસર પડી શકે છે અને બંને દેશોને એક-બીજાના સંબંધો બનાવી રાખવાની જરૂર કેમ છે.
ભારત અને બ્રિટનના સંબંધોમાં કોનું પાસું કેટલું ભારે છે…
ટ્રેડમાં ભારતની ભાગીદારી વધું સંબંધ બગડ્યા તો UKને નુકસાન થશે
ભારત અને બ્રિટન વચ્ચે થનારા વેપારની વાત કરવામાં આવે તો ભારતનો ભાગ વધુ છે. આપણે બ્રિટનથી આયાત ઓછી કરીએ છીએ અને ગુડ્સ એન્ડ સર્વિસિઝની નિકાસ વધુ કરીએ છીએ. બંને દેશો વચ્ચે પરસ્પર રોકાણની વાત કરીએ તો પણ ભારતનું પલડું ભારે છે. તેવામાં બ્રિટન માટે ભારત સાથે સંબંધો બગાડવા વધુ નુકસાનકારક હોઇ શકે છે. લંડન સ્થિત હાઈ કમીશન ઓફ ઇન્ડિયાની ઓક્ટબર 2020થી સપ્ટેમ્બર 2021 સુધીની તાજા રિપોર્ટ બંને દેશોના આર્થિક સંબંધોને વધુ સ્પષ્ટ કરે છે.
યૂરોપીય સંઘથી અલગ થયા બાદ બ્રિટનની અર્થવ્યવસ્થા હવે આ વાત પર વધુ નિર્ભર કરે છે કે યૂરોપથી આગળ નવા બજાર શોધવામાં આવે. દક્ષિણ એશિયામાં પોતાનો પગપેસારો કરવાની કોશિશ કરવામાં બ્રિટન ઘણા સમયથી મહેનત કરે છે. ભારત સાથે સંબંધ ગાઢ કરવા માટે બ્રિટન અનેક નિર્ણયો લઇ રહ્યું છે.
1)FTA માટે નેગોશિએશન થયો
દક્ષિણ એશિયામાં તેના માટે હાલ સૌથી વધુ ભરોસાપાત્ર સાથી ભારત હોઇ શકે છે. આનું કારણ છે કે પૂર્વ પીએમ બોરિસ જોનસને ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની પહેલ કરી હતી. જાન્યુઆરી 2022માં તત્કાલીન બ્રિટિશ કોમર્શિયલ મીનિસ્ટર એન-મેરી ટ્રેવેલિયનની ભારતની યાત્રા દરમિયાન આ FTA માટે નેગોશિએશન પણ શરૂ થઇ ગઇ છે. તો બીજી તરફ 27 ઓક્ટોબર 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનક સાથે વાત કરી હતી. જે દરમિયાન FTA પર પણ વાતચીત થઇ છે. બંને આ કરાર માટે સહમત હોવાનું પણ જણાવ્યું છે.
2) ભારતમાં રિન્યુએબલ એનર્જી બનાવવામાં બ્રિટનનું 664 કરોડનું રોકાણ
2021માં બ્રિટનના ગ્લાસગોમાં આયોજિત COP26ની બેઠક દરમિયાન ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ પીએમ બોરીસ જોનસને અલગ બેઠક કરી હતી. આ બેઠક બાદ જાહેર સંયુક્ત નિવેદનોમાં બંને દેશોના ‘વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ’ નીતિની જાહેરાત કરી હતી. આ દરમિયાન બ્રિટને ભારતમાં રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા માટે 70 મિલિયન પાઉન્ડ એટલે 664 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી.
3) બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા પર કામ કરી
2011-12માં બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 29900 હતી જે 2013-14માં 25% ઘટીને 22385 રહી ગઇ હતી. પરંતુ ત્યારબાદથી બ્રિટને ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે અનેક નિર્ણય લીધા છે. ભારત બ્રિટનમાં વિદેશી વિદ્યાર્થીઓનો બીજો મોટો સ્ત્રોત છે. જુઓ, કેવી રીતે 2015-16થી બ્રિટિશ યુનિવર્સિટીસના ફર્સ્ટ યરમાં ભારતીય વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ વધ્યું છે…
વર્ષ | ફર્સ્ટ યરમાં ભારતીય વિદ્યાર્થી |
2015-16 | 14830 |
2016-17 | 16550 |
2017-18 | 19750 |
2018-19 | 26685 |
2019-20 | 41815 |
2020-21 | 52015 |
આ આંકડા જાહેર કરનારા લંડન સ્થિત હાઈ કમીશન ઑફ ઇન્ડિયાના અનુસાર 2021-22માં બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા હજુ વધુ હોવાની શક્યતા છે.
ભારતને વ્યૂહાત્મક પ્લેટફોર્મ્સ પર બ્રિટનના સાથની જરૂર
ભારત અને બ્રિટન ખુબ પહેલાથી G20 અને યૂએન જેવા વ્યૂહાત્મક પ્લેટફોર્મ્સ પર એક સાથે દેખાયા છે. વૈશ્વિક રાજનીતિમાં પોતાનો પ્રભાવ વધારવા માટે ભારતને હવે આ સમર્થનની જરૂર હજુ વધુ હશે.
ભારતને ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં ચીનના દબદબાને પડકાર આપવા માટે પણ બ્રિટનની જરૂર છે. બ્રિટનની પાસે આ વિસ્તાર ઓમાન, સિંગાપુર, બહરીન અને કેન્યા સિવાય હિન્દ મહાસાગરમાં બ્રિટિશ ટેરિટરીઝમાં નેવલ ફોર્સ હાજર છે.
આ સાથે જ ભારત પોતાના ફાર્મા, ફિશરીઝ અને એગ્રીકલ્ચર પ્રોડક્શન માટે બ્રિટનનું બજાર પણ ઇચ્છે છે. તેના માટે બ્રિટનથી ડ્યૂટીમાં છૂટ મેળવવા પર વાતચીત ચાલી રહી છે.
બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટીનું વલણ ભારતીય નીતિઓ પર કડવાશ
ઋષિ સુનક કન્ઝર્વેટિવ પાર્ટીના છે. આ પક્ષનું વલણ પરંપરાગત રીતે ભારતીય નીતિઓ પર કઠોર રહ્યું છે. આ સંઘર્ષનો પાયો અમેરિકા અને રશિયા વચ્ચેના શીત યુદ્ધના દિવસોમાં નાખવામાં આવ્યો હતો. આ દરમિયાન બ્રિટિશ PM માર્ગારેટ થેચર પણ કન્ઝર્વેટિવ પાર્ટીના હતા.
બ્રિટનની નજરમાં ભારત પરંપરાગત રીતે રશિયા તરફ વધુ ઝુકાવ રાખે છે. જોકે, તાજેતરના વર્ષોમાં અમેરિકાએ જે રીતે આંતરરાષ્ટ્રીય મંચોમાં ભારતની પ્રશંસા કરી છે તેનાથી બ્રિટનમાં અને ખાસ કરીને કન્ઝર્વેટિવ પાર્ટીમાં ભારત પ્રત્યેની ધારણા થોડી બદલાઈ છે.
રશિયા-યુક્રેન યુદ્ધને લઈને કંઝર્વેટિવ્સ ભારતની ટીકા કરતા રહ્યા છે
તેમ છતાં રશિયા-યુક્રેન યુદ્ધને લઈને ફરી એકવાર કન્ઝર્વેટિવ પાર્ટીને ભારતીય નીતિઓની ટીકા કરવાનો મોકો મળ્યો છે. બોરિસ જ્હોન્સનના કાર્યકાળ દરમિયાન જ ઘણા કન્ઝર્વેટીવ નેતાઓએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો કે શા માટે ભારતે રશિયાના પગલાની ખુલ્લેઆમ ટીકા કરી નથી.
કન્ઝર્વેટિવ પાર્ટી પાકિસ્તાનનો સીધો વિરોધ કરતી નથી
અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોએ દક્ષિણ એશિયામાં ‘ઈન્ડિયા ફર્સ્ટ’ નીતિને ખુલ્લેઆમ વ્યક્ત કરી છે. પરંતુ તેનાથી વિપરીત બ્રિટન પરંપરાગત રીતે ‘પાકિસ્તાન તરફી’ રહ્યું છે. તેમાં પણ સૌથી મોટો હાથ કન્ઝર્વેટિવ પાર્ટીનો જ છે.
કન્ઝર્વેટિવ્સની હાલની ફર્સ્ટ લાઇનમાં ઋષિ સૌથી વધુ કટ્ટરપંથી કે
કન્ઝર્વેટિવ પાર્ટીના હાલની ફર્સ્ટ લાઇનમાં જે નેતાઓ છે તેમાં ઋષિ સુનકને સૌથી કટ્ટરપંથી માનવામાં આવે છે. કન્ઝર્વેટિવ નેતા હોવા છતાં બોરિસ જોન્સન પોતાને ‘ફ્રેન્ડ ઓફ ઇન્ડિયા’ તરીકે પ્રમોટ કરી રહ્યા છે.
તેમના પછી વડાપ્રધાન બનેલા લિઝ ટ્રુસ જ્હોન્સનની કેબિનેટમાં વિદેશ મંત્રી હતા. તે જ સમયે બ્રિટન અને ભારત વચ્ચે ઘણા મહત્વપૂર્ણ આર્થિક અને વ્યૂહાત્મક કરારો પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમની છાપ પણ પાર્ટીમાં ભારત વિરોધી નથી.
આ બેથી વિપરીત ઋષિ બ્રિટનમાં સ્થાયી થયેલા ભારતીયોને આકર્ષવા માટે ભારતીય મૂળની તેમની ઓળખનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ તેમણે ભારત સરકારની નીતિઓનો ખુલ્લેઆમ વિરોધ પણ કર્યો છે. ભારત અંગે તેમનો સૂર હંમેશા બદલાતો રહ્યો છે. ભારતીયો વચ્ચે એક ઇવેન્ટ દરમિયાન જ્યારે તે તેના સસરા એન.આર. નારાયણ મૂર્તિ અને તેમની કંપની ઈન્ફોસિસની સફળતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મને તેમની સફળતા પર ગર્વ છે. તેણે પોતાના દમ પર કંપની સ્થાપી, હું ઈચ્છું છું કે ભારતીયો બ્રિટનમાં પણ એવી જ સફળતા મેળવે.
ત્યારે, એક તરફ તેમણે ભારતના ઝડપી આર્થિક વિકાસ વિશે ચેતવણી આપી અને કહ્યું કે બ્રિટને તેની સાથે વ્યવહાર કરવા માટે તૈયારી કરવી જોઈએ. ફરક એટલો હતો કે જે લોકોની સામે તેણે આ નિવેદન આપ્યું હતું તેમાં અંગ્રેજોની સંખ્યા વધુ હતી.
સુએલા બ્રેવરમેનને કેબિનેટમાં પરત મેળવીને તેમણે એવા સંકેતો પણ આપ્યા છે કે બ્રિટિશ સરકારના નિવેદનો ભારતીય નીતિઓ પ્રત્યે કડવાશભર્યા રહેશે. સુએલાએ બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર(FTA)નો પણ ખુલ્લેઆમ વિરોધ કર્યો છે.
આ સમયે ભારતનું સમર્થન બ્રિટન પાર્ટી લાઇન કરતાં વધુ મહત્વનું કે
બ્રિટનમાં સ્થાયી થયેલા ભારતીયો પરંપરાગત રીતે લેબર પાર્ટી તરફ રહ્યું છે. પરંતુ હવે ત્યાં પણ કન્ઝર્વેટિવોએ ભારતીયોમાં પ્રવેશ વધાર્યો છે. અહીં 16 લાખ ભારતીયો રહે છે જે એક મોટી વોટ બેંક છે.
હાલમાં યુકેની સંસદમાં 16 સાંસદો ભારતીય મૂળના છે. તેમાં લેબર અને કન્ઝર્વેટિવ બંનેનો સમાવેશ થાય છે. વાસ્તવમાં લેબર પાર્ટીનો ઝુકાવ ડાબેરી તરફ વધુ માનવામાં આવે છે. આ કારણે ભારતમાં ભાજપની સરકાર બન્યા બાદ લેબર પાર્ટીમાં વિરોધ વધી ગયો.
બ્રિટનમાં 2019ની ચૂંટણી દરમિયાન એવા અહેવાલો પણ આવ્યા હતા કે ભાજપે ત્યાં સ્થાયી થયેલા ભારતીયોને લેબર પાર્ટીને બદલે કન્ઝર્વેટિવને મત આપવા માટે ઉશ્કેર્યા હતા. પ્રચાર કરવામાં આવ્યો કે લેબર પાર્ટી ‘હિંદુ વિરોધી’ છે.
આવી સ્થિતિમાં લેબર પાર્ટી હોય કે કન્ઝર્વેટિવ પાર્ટી, બ્રિટનની રાજનીતિમાં ભારત સરકારની નીતિઓનો વિરોધ બંને બાજુએ ચાલે છે. આ આંતરિક રાજકારણમાં આગળ રહેવા માટે ઋષિ સુનક પણ ભારત સરકારની નીતિઓ વિરુદ્ધ નિવેદન આપે તો નવાઈ નહીં.
પરંતુ આ નિવેદનો કરતાં વધુ સંબંધો બગાડવાનું કોઈપણ પગલું ભારત અને બ્રિટન માટે નુકસાનકારક હશે. ત્યારે 28 ઓક્ટોબર 2022ના રોજ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનક સાથે ફોન પર વાતચીત થઇ હતી. મોદીએ તેમને PM બનવા પર શુભેચ્છા પાઠવી હતી. વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ બન્ને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ની આશા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ખુદ ટ્વિટ કરીને આ માહિતી આપી. પીએમ મોદીએ કહ્યું કે, એક વ્યાપક અને સંતુલિત ફ્રી વેપાર કરારને અંતિમ રૂપ આપવા માટે તેઓ અને સુનક સહમત છે. અમે પોતાની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે મળીને કામ કરશે.
ત્યારે, ઋષિ સુનકે પીએમ મોદી દ્વારા મળેલી શુભેચ્છા પર તેમણે આભાર માન્યો. સુનકે સોશિયલ મીડિયા પર લખ્યું- તમારી શુભકામનાઓ માટે આભાર. UK અને ભારતમાં ઘણું બધું છે. હું આ વાતને લઇને ઉત્સાહિત છું કે આપણે બે મહાન લોકશાહી આવનારા વર્ષોમાં આપણી સુરક્ષા, રક્ષા અને આર્થિક ભાગીદારી વધુ મજબૂત કરીશું.
બ્રિટનના વિદેશ સચિવ જેમ્સ ક્લેવર્લી પણ શુક્રવારે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે વાતચીત કરવા ભારત આવી રહ્યા છે. બ્રિટનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંને ડિપ્લોમેટિક સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરશે.