દિવાળી પર્વને લઈને લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીના 2 વર્ષ બાદ લોકો દિવાળી પર્વને ઉત્સવની જેમ ઉજવી રહ્યા છે. ત્યારે વલસાડમાં રીલ્સ બનાવવાની ઘેલછામાં એક યુવકે સળગતું રોકેટ લઈને શહેરના રોડ ઉપર દોડતો હોવાનો સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં સીટી પોલીસની ટીમે યુવકને સબત શીખવાડવા તેની શોધખોળ હાથ ધરી છે.
પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી
વલસાડ શહેર સહિત સમગ્ર દેશમાં અને દુનિયામાં યુવાનોને સોશિયલ મીડિયામાં અવનવા અખતરા કરી રીલ્સ બનાવવાની ઘેલછા લાગી છે. દિવાળી પર્વને લઈને વલસાડ શહેરના સીટી પેલેસ વિસ્તાર પાસે રહેતા એક યુવકના મોઢામાં સળગતું રોકેટ મૂકીને રોડ ઉપર યુવક દોડતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતા પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી છે