ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની બેઠકો ખૂબ જ મહત્વની છે અને તેમાં પણ રાજકોટ એ સૌરાષ્ટ્રની રાજનિતીનું એપી સેન્ટર છે ત્યારે 4 જેટલી ટિકિટ ત્યાંની કન્ફર્મ માનવામાં આવી રહી છે. હાલ રાજકોટ વિધાનસભા-68 બેઠક પર મંત્રી અરવિંદ રૈયાણી ધારાસભ્ય છે તેમની સામે તેમના જ પક્ષના નેતાઓ પડ્યા છે. ટિકિટ મેળવવા માટે તમામ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.
મંત્રી રૈયાણી પણ પહેલીવાર ધારાસભ્ય તરીકે પહોંચ્યા બાદ મંત્રી બન્યા છે. તેઓ પણ અત્યારે પોતાની બેઠક જાળવી રાખવા મહેનતક કરી રહ્યા છે પરંતુ તેમની બેઠક પાકી માનવામાં આવી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિધાનસભા-69માં ધારાસભ્ય છે રૂપાણી પક્ષમાંથી ચૂંટણી નહીં લડે તેવા સંકેતો મળતાં આ બેઠક માટે રાજયોગ મેળવવા માટે શહેર ભાજપના મોટા નેતાઓ આગળ આવી રહ્યા છે. ખાસ કરીને વિજય રૂપાણીની બેઠક પર આ વખતે કોનું ભાગ્ય ચમકશે કે પછી રુપાણી જ ચૂંટણી લડશે તેને લઈને પણ કોઈ સ્પષ્ટતા કરવી મૂશ્કેલ છે.
પશ્ચિમની બેઠક પર આ નામો છે ચર્ચામાં
વિજય રુપાણી, કમલેશ મિરાણી કોર્પોરેટ અને ભાજપ પ્રમુખ તેમજ નીતિન ભારદ્વાજ કે જેઓ સંગઠનમાં સારી પક્કડ ધરાવે તેમની સાથે સાથે ડૉ દર્શિતા શાહ ડેપ્યુટી મેયર તેમના નામો અત્યારે ચર્ચામાં છે. આ બેઠક પર કશ્યપ શુક્લનું નામ પણ ચર્ચાયું છે આ ઉપરાંત મણિયાર પરીવારનું નામ પણ સામેલ છે ત્ચારે આ બેઠક પર મહોર બીજેપી દ્વારા મારી શકાય છે. ગત વખતે મણિયાર પરીવારે પીએમ સાથે પણ મુલાકાત કરી હતી ત્યારે આ મામલે ગંભીર રીતે બીજેપી વિચારીને ટિકિટ ફાળવી શકે છે.
આ ત્રણ બેઠકોમાં આ ઉમેદવારોના નામ સામે આવ્યા છે
દક્ષિણ બેઠક પર ગોવિંદ પટેલ ધારાસભ્ય છે. રમેશ ટીલાળા સહીતનાનું પણ નામ ચર્ચામાં છે. પૂર્વ બેઠક પર અરવિંદ રૈયાણીનું નામ ફરીથી ચર્ચામાં છે પરંતુ તેમની સામે જ ભાજપના કેટલાક નેતાઓએ ટિફિન બેઠક કરી લોબિંગ શરુ કર્યું છે. ગ્રામ્ય બેઠક – આ અનામત બેઠક છે લાખા સાગઠીયા ધારાસભ્ય બન્યા હતા તેઓ નિર્વિવાદીત વ્યક્તિ છે. પરંતુ તેમના સિવાય ભાજપના અન્ય અગ્રણીઓ પણ ઉમેદવારી નોંધાવી રહ્યા છે.