ભાણવડ લોહાણા મહાજન ટ્રસ્ટ ભાણવડ તથા રઘુવંશી સોશ્યલ ગ્રુપના સંયુક્ત નેજા હેઠળ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો, આ કાર્યક્રમમાં શહેરના રઘુવંશી અગ્રણીઓ, વહેપારી આગેવાનો, જ્ઞાતિના સામાજિક અગ્રણીઓ સમેત જ્ઞાતિની મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહી હતી.
ઉલ્લેખનીય છે કે તેજસ્વી તારલાઓના સન્માન સમારંભ સાથે જ્ઞાતિનું સ્નેહમિલન પણ યોજાતું હોય, ભાણવડ શહેરના લોહાણા મહાજન જ્ઞાતિના ભાઈઓ, બહેનો એને બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન યુવા અગ્રણી ભરત પાબારી અને રઘુવંશી શોશ્યલ ગ્રુપના યુવાનોએ કર્યું હતું, નીચે તસ્વીરમાં વિદ્યાર્થીઓ અને આગેવાનોના ફોટા જોઈ શકાય છે.