કાલે ગુજરાતમાં કોંગ્રેસના મૂરતીયાઓની પસંદગી પર લાગી શકે છે મહોર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ રહી છે ત્યારે રાજકીય પક્ષો ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત આગામી સમયમાં થઈ શકે છે. આ દરમિયાન બુધવારે દિલ્હીમાં કોંગ્રેસની મહત્વની બેઠક યોજાશે. આ નિમિત્તે ગુજરાતમાં કોંગ્રેસના મૂરતીયાઓ પર મહોર લાગી શકે છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં આ બાબતે અંતિમ નિર્ણય લેવાઈ શકે છે.  આવતી કાલની આ બેઠક કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાવાની છે.

આ મહિનાના અંતમાં કે નવેમ્બર પ્રથમ તારીખે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી પણ ચૂંટણી જીતવા માટે રણનીતિ બનાવી રહી છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને છે જેમના 5 જેટલા લિસ્ટ ઉમેદવારોના જાહેર થઈ ચૂક્યા છે. આ દરમિયાન બુધવારે દિલ્હીમાં કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાશે તેમાં પ્રથમ લિસ્ટ જાહેર થઈ શકે છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે, ત્યારબાદ 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણીના પરિણામો જાહેર થઈ શકે છે. તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 8 ડીસેમ્બરે ગુરાતમાં પણ મતગણતરી થાય તેવી શક્યતાઓ છે.