ઋષિ સુનક:કહ્યું- દેશ આ સમયે મુશ્કેલીમાં છે; લિઝ ટ્રસે જે ભૂલો કરી, અમે તેને સુધારીશું

  • બ્રિટનના બે સદીના ઈતિહાસમાં સૌથી યુવાન ભારતીય PM

42 વર્ષીય ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન બની ગયા છે. થોડી જ વારમાં સુનક દેશને સંબોધિત કરશે. આ પહેલા કિંગ ચાર્લ્સે તેમને નવી સરકાર બનાવવા માટે કહ્યું. પરંપરા મુજબ સુનક પર્સનલ કારમાં બંકિધમ પેલેસ પહોંચ્યા હતા. અહીં તેમને કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરી હતી.કિંગે તેમને અપોઈન્ટમેન્ટ પત્ર સોંપ્યો હતો.

200 વર્ષમાં સૌથી નાની વયના બ્રિટિશ PM
42 વર્ષીય સુનક બ્રિટનના પ્રથમ હિન્દુ, પ્રથમ અશ્વેત અને 200 વર્ષમાં સૌથી નાની વયના વડાપ્રધાન તરીકે આજે શપશ લેશે. મહત્વની વાત એ છે કે, UKમાં વર્ષ 1730માં PM પદની શરૂઆત થઈ હતી. ઉપરાંત, લિઝ ટ્રસે તેમના શાસનમાં 50 દિવસ કરતાં ઓછા સમયમાં રાજીનામું આપ્યું. ત્યારબાદ સુનકે 200 સાંસદોનું સમર્થન પ્રાપ્ત કર્યું છે. આ સાથે તેઓ UKના પ્રથમ ભારતીય વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. સુનકની જીતનું એક મોટું કારણ તેમની બેન્કરની છાપ છે. વડાપ્રધાન તરીકે ટ્રસની નિષ્ફળતાનું સૌથી મોટું કારણ આર્થિક બાબતોમાં નિષ્ફળતા રહી હતી. બ્રિટનમાં મોંઘવારી ચૂંટણીનો મહત્વનો મુદ્દો રહ્યો હતો. બ્રિટનમાં આર્થિક અસ્થિરતા પણ રહી. ત્યાર પછી જોનસન સરકારના નાણામંત્રી રહી ચૂકેલા સુનક ઇકોનોમિક બેલ આઉટ પ્લાન લાવ્યા હતા, તે મિડલ ક્લાસ માટે મોટી ભેટ હતી અને લોકો વચ્ચે તેમની લોકપ્રિયતા વધી ગઈ.