ઋષિ સુનક આજે જ શપથ લેશે: બ્રિટનમાં અમર અકબર એન્થોની

ભારતીય મૂળના ઋષિ સુનક આજે બ્રિટનના નવા વડાપ્રધાન બનશે. સોમવારે સુનક કન્ઝર્વેટિવ પાર્ટીના સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. કિંગ ચાર્લ્સ-III આજે એટલે કે મંગળવારે સુનકને PM અપોઈન્ટમેન્ટ લેટર સોંપશે.

ભારતીય મૂળના ઋષિ સુનક આજે બ્રિટનના નવા વડાપ્રધાન બનશે. સોમવારે સુનક કન્ઝર્વેટિવ પાર્ટીના સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. કિંગ ચાર્લ્સ-III આજે એટલે કે મંગળવારે સુનકને PM અપોઈન્ટમેન્ટ લેટર સોંપશે.

મીડિયા રિપોર્ટ અનુસાર, ભારતીય સમય અનુસાર સૌથી પહેલા બપોરે 1:30 વાગ્યે લિઝ ટ્રસ કેબિનેટની બેઠક કરશે. બપોરે 2.45 વાગ્યે પીએમ હાઉસથી તેઓ વડાપ્રધાન તરીકે છેલ્લી વખત દેશને સંબોધિત કરશે. ત્યારબાદ તે બકિંગહામ પેલેસ જશે અને કિંગ ચાર્લ્સ IIIને પોતાનું રાજીનામું સુપરત કરશે. થોડા સમય પછી કિંગ ચાર્લ્સ III સુનકને PM અપોઈમેન્ટ લેટર આપશે. સુનક સત્તાવાર રીતે વડાપ્રધાન બન્યા બાદ સાંજે 4 વાગ્યે પીએમ હાઉસથી રાષ્ટ્રને સંબોધિત કરશે.

200 વર્ષમાં સૌથી નાની વયના બ્રિટિશ PM
42 વર્ષીય સુનક બ્રિટનના પ્રથમ હિન્દુ, પ્રથમ અશ્વેત અને 200 વર્ષમાં સૌથી નાની વયના વડાપ્રધાન તરીકે આજે શપશ લેશે. મહત્વની વાત એ છે કે, UKમાં વર્ષ 1730માં PM પદની શરૂઆત થઈ હતી. ઉપરાંત, લિઝ ટ્રસે તેમના શાસનમાં 50 દિવસ કરતાં ઓછા સમયમાં રાજીનામું આપ્યું. ત્યારબાદ સુનકે 200 સાંસદોનું સમર્થન પ્રાપ્ત કર્યું છે. આ સાથે તેઓ UKના પ્રથમ ભારતીય વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. સુનકની જીતનું એક મોટું કારણ તેમની બેન્કરની છાપ છે. વડાપ્રધાન તરીકે ટ્રસની નિષ્ફળતાનું સૌથી મોટું કારણ આર્થિક બાબતોમાં નિષ્ફળતા રહી હતી. બ્રિટનમાં મોંઘવારી ચૂંટણીનો મહત્વનો મુદ્દો રહ્યો હતો. બ્રિટનમાં આર્થિક અસ્થિરતા પણ રહી. ત્યાર પછી જોનસન સરકારના નાણામંત્રી રહી ચૂકેલા સુનક ઇકોનોમિક બેલ આઉટ પ્લાન લાવ્યા હતા, તે મિડલ ક્લાસ માટે મોટી ભેટ હતી અને લોકો વચ્ચે તેમની લોકપ્રિયતા વધી ગઈ.

બ્રિટનની આર્થિક સ્થિતિમાં સુધારો સૌથી મોટો પડકાર
વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ સુનકને પડકારોનો સામનો કરવો પડશે. સૌથી મુશ્કેલ પડકાર બ્રિટનના અર્થતંત્રને સુધારવાનો હશે. મીડિયા રિપોર્ટ અનુસાર, સુનકે પાર્ટીના સાંસદો સાથેની ખાનગી બેઠક પછી કહ્યું – આપણી સામે તે બધી સમસ્યાઓ છે જે પહેલાથી હતી અને હવે આર્થિક સંકટ પણ છે. આપણે સાથે મળીને આ સંકટમાંથી બહાર આવીશું. આપણે દરેક પગલે એક થવું પડશે. હું કન્ઝર્વેટિવ પાર્ટીની દરેક રીતે સેવા કરીશ. દેશને કંઈક પાછું આપવું એ મારા જીવનનું સૌથી મોટું સન્માન છે. હું વચન આપું છું કે હું ઈમાનદારીથી કામ કરીશ.

ઋષિ સુનક નારાયણ મૂર્તિના જમાઈ છે
ઋષિ ભારતીય સોફ્ટવેર કંપની ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિના જમાઈ છે. તેમના વડાપ્રધાન બનવા પર મૂર્તિએ કહ્યું- ઋષિને ખૂબ અભિનંદન. અમને તેમના પર ગર્વ છે અને તેમની સફળતાની કામના કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે તે બ્રિટનના લોકો માટે ઈમાનદારીથી કામ કરશે.

  • ઋષિ સુનકનાં માતા-પિતા પંજાબના રહેવાસી હતાં, જેઓ વિદેશમાં સ્થાયી થયાં હતાં.
  • સુનકનો જન્મ યુકેના હેમ્પશાયરમાં થયો હતો. ઋષિએ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે.
  • તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી રાજકારણ, ફિલસૂફી અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો.
  • ઋષિ ભારતીય સોફ્ટવેર કંપની ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ છે.
  • રાજનીતિમાં જોડાતા પહેલાં ઋષિએ ઈન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સેશ અને હેજ ફંડમાં કામ કર્યું હતું. આ પછી તેમણે એક ઇન્વેસ્ટમેન્ટ ફર્મની પણ સ્થાપના કરી.
  • તેમની માતા ફાર્માસિસ્ટ છે અને નેશનલ હેલ્થ સર્વિસ (MHS)માં નોકરી કરે છે. સુનકના પિતા ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સ્નાતક છે.

ઋષિ સુનકે ગીતા પર હાથ રાખીને શપથ લીધા
સુનક ઋષિ હિન્દુ ધર્મને અનુસરે છે અને કૃષ્ણના ભક્ત છે. તેમણે સાંસદ પદ માટે બ્રિટિશ સંસદ એટલે કે હાઉસ ઓફ કોમન્સમાં ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા. ઋષિઓએ કહ્યું છે કે ભગવદ ગીતા ઘણીવાર તેમને તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાંથી બચાવે છે અને કર્તવ્યનું પાલન કરવાની પ્રેરણા આપે છે.

બાઇડને કહ્યું- સુનકની જીત એક માઈલસ્ટોન છે
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ભારતીય મૂળના ઋષિ સુનકની બ્રિટનના વડાપ્રધાન તરીકેની ચૂંટણીને યોગ્ય ગણાવી હતી. તેમણે કહ્યું- સુનકનું બ્રિટિશ પીએમ બનવું ખૂબ જ આશ્ચર્યજનક છે. બાઇડને 24 ઓક્ટોબરે વ્હાઇટ હાઉસમાં આયોજીત દિવાળીની ઉજવણી દરમિયાન આ વાત કહી હતી.