આજે સાંજે વર્ષનું છેલ્લું આંશિક સૂર્યગ્રહણ લાગશે ત્યારે વ્હોટ્સએપ પર અત્યારથી જ ગ્રહણ લાગી ગયું. વિશ્વનાં મોટાભાગના દેશોમાં વ્હોટ્સએપ સર્વિસ ડાઉન થઈ ચૂકી છે. એવા અહેવાલો છે કે, યુઝર્સ મેસેજિંગ પ્લેટફોર્મ પર સંદેશા મોકલવા અથવા પ્રાપ્ત કરવામાં સક્ષમ નથી. વેબસાઇટ ડાઉનડિટેક્ટરે પણ સ્વીકાર્યું હતું કે વ્હોટ્સએપ કામ કરતું નથી અને તેને કારણે હજારો યુઝર્સને અસર થઈ છે. ભારતમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા, લખનઉ, અમદાવાદ સહિત ભારતનાં વિવિધ શહેરોમાં વ્હોટ્સએપ સર્વર ડાઉન થયું છે.
યુકેના સમય મુજબ સવારે 8 વાગ્યાની આસપાસ શરૂ થયા હોવાનું જણાયું હતું. WhatsApp યુઝર્સને આઉટેજ પર અપડેટ કરવા માટે કોઈ સત્તાવાર આઉટલેટ્સ જાળવતું નથી. બાકીના મેટાથી વિપરીત, તે અધિકૃત સ્ટેટસ પેજ ચલાવતું નથી અને તેની પાસે એક ટ્વિટર એકાઉન્ટ છે જેનો હેતુ સમસ્યાઓનું દસ્તાવેજીકરણ કરવાનો છે પરંતુ 2014 થી તેનો ઉપયોગ કર્યો નથી. તે અધિકૃત ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ પણ ચલાવે છે, પરંતુ તેના જવાબમાં બંનેમાંથી કોઈને અપડેટ કરવામાં આવ્યું નથી.
WhatsApp એ વિશ્વનું સૌથી મોટું ચેટ પ્લેટફોર્મ છે અને ભારતમાં તેના 39 કરોડ યૂઝર્સ છે અને Facebook અને YouTube પછી ત્રીજું સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે.
મેટા વ્હોટ્સએપને રિસ્ટોર કરવા પર કામ કરી રહી છે
વ્હોટ્સએપની પેરન્ટ કંપની મેટાએ આઉટેજને સ્વીકાર્યું છે અને તેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘અમે જાણીએ છીએ કે, હાલમાં કેટલાક લોકોને સંદેશા મોકલવામાં મુશ્કેલી આવી રહી છે અને અમે શક્ય તેટલી ઝડપથી દરેક માટે વ્હોટ્સએપને રિસ્ટોર કરવા માટે કામ કરી રહ્યા છીએ.’
અગાઉ પણ 6 કલાક સુધી સમગ્ર વિશ્વમાં બંધ રહ્યું
ગયા વર્ષે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ પ્લેટફોર્મ લગભગ 6 કલાક સુધી સમગ્ર વિશ્વમાં બંધ રહ્યું, જેના પગલે અબજો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ સમસ્યા ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં રાતના લગભગ 9.15 કલાકે શરૂ થઈ હતી. બંધ રહેવાના કારણે ઝ્કરબર્ગે માફી માંગી હતી. આ આઉટેજની અસર અમેરિકાના બજારમાં ફેસબુકના શેરમાં પણ જોવા મળી અને કંપનીના શેર 6 ટકા સુધી ઘટ્યા. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં ફેસબુકના 2.85 અબજ મંથલી એક્ટિવ યુઝર છે. જ્યારે વ્હોટ્સઅપના 2 અબજ અને ઈન્સ્ટાગ્રામના 1.38 અબજ યુઝર છે.