દિવાળી પોતાના આવાસમાં: પોરબંદરના 565 પરિવારો પોતાના આવાસમાં ઉજવી રહ્યા છે દિવાળી

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી લાભાર્થી પરિવારોને ઘરનું ઘર મળ્યું

પોરબંદર તા.૨૪ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ પોરબંદર જિલ્લામાં ૫૬૨ આવાસોનું બાંધકામ પૂર્ણ થયેલ છે. ભાડાના મકાનમાં રહેતા આ પરિવારો આ વર્ષની દિવાળી પોતાના નવા ઘરના ઘરમા ઉજવી રહ્યા છે.

રંગોળી, દિવડા, આસોપાલવના તોરણો તથા પરિવારના ચહેરા પર મુસ્કાનથી દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. લાભાર્થી પરિવારો આ તકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.