ગોધરામાં ભાજપના બેનરોમાં ચાલુ ધારાસભ્યનો ફોટો ગાયબ!! અંદરોઅંદરના ડખ્ખા

માહિતી અહેવાલ શાર્દુલ ગજ્જર

126 વિધાનસભા ક્ષેત્ર ગોધરા ખાતે અનેક જગ્યાઓ પર દિવાળીની શુભકામના ના બેનરો લાગ્યા છે પરંતુ ગોધરાના ધારાસભ્ય સી. કે રાઉલનો ફોટો ક્યાંય દેખાતો નથી,

આ બેનર જોયા પછી એવું ફળીભૂત થાય છે કે ગોધરા બદલાવ માગી રહ્યું છે, પોસ્ટર જોયા પછી એવું પણ ફળીભૂત થાય છે કે અમારામાંથી કોઈ પણ ચાલશે પણ આ ધારાસભ્ય ચાલશે નહીં. આ બેનર લાગવાથી ભાજપમાં અંદરો અંદર ડખા થાય તો નવાઈ નહીં