૧.૨૦ કરોડના ખર્ચે બનશે “સુવિધા પથ”, ગામની શોભા અને શાન સમાં બે મુખ્ય ગેટનું લોકાર્પણ કરવામાં આવ્યું, ગામના આ બંને ગેટના દાતાઓ મોટા કાલાવડ ગ્રામના રહીશ ૧) રાજાભાઇ અરશી ભાઈ કાનારા, ૨) રમેશભાઈ ગોવાભાઈ ગાગલીયાના પૂર્ણ આર્થિક સહયોગથી આ બંને ગેટ ૨૦ લાખના ખર્ચે નિર્માણ પામ્યા છે જેને વિકાસની જનતાને આજે લોકાર્પિત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત બીજા ૧૫ લાખના કામોનું લોકાર્પણ તેમજ અન્ય ૨૦ લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, મોટા કાલાવડ માં કુલ ૧.૩૬ લાખના કામોનું ખાતમહુર્ત સાંસદશ્રી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
મોટા કાલાવડ ખાતે આહીર સમાજ ભવનમાં મહેમાનો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ઉક્ત તમામ કામો ગ્રામ પંચાયતની વિવિધ ગ્રાન્ટ તેમજ સાંસદ નિધીની ગ્રાન્ટ તેમજ મોટા કાલાવડના કેટલાંક દાતાઓના સહયોગથી સંપન્ન કરવામાં આવશે.
મોટા કાલાવડના સરપંચ રાજશીભાઈ કનારાની આગેવાનીમાં ગામના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સાંસદ શ્રી પૂનમબેન માડમ, પૂર્વ ધારાસભ્ય શ્રી મુળુભાઈ બેરા, જાણીતા વકીલ શ્રી વી. એચ. કનારા, જિલ્લા પંચાયત પ્રમુખ વી.ડી. મોરી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પાલાભાઇ કરમુર તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સાજણભાઇ રાવલીયાના સત્કારમાં જોડાયા હતાં.
આ તકે ઉપસ્થિત ગ્રામ્ય વાસીઓની જનમેદનીમાં શુશોભીત આગેવાનોમાં હમીરભાઈ કનારા, દેવશીભાઇ કરમુર, તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદ ભાઈ કનારા, ઉપ સરપંચ મયુરભાઈ ગાગલીયા, ખીમભાઇ રાવલીયા, કરશન ભેડા, મનહર કનારા, પરબત ભાઈ ભાદરકા, હિતેશભાઈ પિંડારીયા તેમજ આહીર કર્મચારી મંડળના પ્રમુખ અરજણ ભાઈ ગાગલીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.