માહિતી અને અહેવાલ નિમેષ ઘેલાણી ભાણવડ
દીપાવલી સનાતન હિન્દૂ ધર્મને ઉજાગર કરતો પર્વ છે. આ પર્વમાં લોકો રોશનીને પ્રધાન્યતા આપતા ફટાકડા ફોડી અને દીપ પ્રજ્વલિત કરી અને પ્રકાશ પર્વ ની ઉત્સાહ ભેર ઉજાણી કરાઈ રહી છે. આ ઉત્સવની ઉજાણી સાથે જ છૂટક ફટાકડાનો વ્યાપાર નિર્વાહ કરતા બેરોજગાર નાના વ્યાપારીઓ પણ પોતાના પરિવારના હર્ષ ઉલ્લાસ હેતુ હિન્દૂધર્મની રોશની પર્વની ઉજવણીમાં સહયોગી છે.
ત્યારે ચોક્કસ અહીત ધરાવતા રાગદ્વેષીઓ દ્રારા તંત્રને બાનમાં રાખી અને પોતાના અહંમને સંતોષી હિંદુઓના તહેવારને અવરોધી રહ્યા છે. તંત્ર દ્રારા કાનૂની પગલાંની જાહેરાતથી કોરોના અને મંદીનો અસહ્ય માર ઝેલી રહેલા નાના વ્યાપારીઓમાં નિરાશા વ્યાપી છે.
“એક ને ગોળ અને એક ને ખોળ” જેવી નીતિ અપનાવતા તંત્ર સેકયુલર ભૂમિકામાં વ્યસ્ત છે. દેવભૂમિ દ્રારકા પ્રાંત અધિકારી દ્રારા ફટાકડા ના બેરોજગાર છૂટક વ્યાપારીઓને કાયદાનો ડર દેખાડી અને સ્થાનિક તંત્રને આદેશ કરાયો છે.
જ્યારે જુગાર તેમજ દારૂના લાડકા ધંધાર્થીઓ અંગે કોઈ જ આદેશ જણાતો નથી. આશ્ચર્ય સાથે જ આ અંગે અનૈતિક રીતે કાયદાના સરેઆમ ઉલ્લંઘન કરતી ઉજાણીમાં મુક બનેલા તંત્રની ભૂમિકા નકારાત્મક જણાઈ રહી છે.