૯ રસ્તાનું લોકાર્પણ અને ૨૪ માર્ગોનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય વિક્રમ માડમ

ભાણવડ નગરપાલિકામાં ભાજપને કારમી હાર આપીને લોકલાડીલા વિક્રમભાઈ માડમે કોંગ્રેસની બોડીને પાલિકામાં બેસાડીને નેતૃત્વનો પરિચય પૂરો પાડ્યો છે તેવા ધારાસભ્ય વિક્રમભાઈ માડમ ના વરદ હસ્તે તારીખ ૨૦/૧૦/૨૦૨૨ ના રોજ ભાણવડ શહેરના ૨૪ માર્ગોનું ખાતમુહૂર્ત અને ૯ માર્ગોના લોકાર્પણનો કાર્યક્રમ ભાણવડ નગરપાલિકાએ યોજયો હતો, જેમાં વિક્રમભાઈ એ સમર્થકો અને ટેકેદારો સાથે ઉપસ્થિત રહીને નિશ્ચિત માર્ગોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું

ઉપસ્થિત આગ્રણીઓમાં કેડી કરમુર દામજીભાઈ શિહોરા અને રામશીમારૂ જિલ્લા પંચાયત સદસ્ય શ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખ માલદેભાઇ રાવલીયા, રસીક ચૌહાણ, હીરાભાઈ નનેરા, પ્રદીપભાઈ બગડા તાલુકા પંચાયત સદસ્ય, ઉપસ્થિત હતાં