ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : રાજકોટમાં પીએમ મોદીનો પ્રચંડ રોડ શૉ યોજાયો

રાજકોટમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતું. રાજકોટ એરપોર્ટ પરથી રેસકોર્ષ મેદાન સુધી ભવ્ય રોડ શૉ કર્યો હતો. રાજકોટમાં નરેન્દ્ર મોદીનો રોડ શૉ માં લોકોએ અભિવાદન કર્યું હતું. નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં રોડ શૉ કરવામાં આવ્યો હતો. ઇન્ડિયા અર્બન હાઉસ કન્કલેવ  2022નું લોકાર્પણ કરવામાં આવશે. રાજકોટમાં પીએમ મોદી 5860 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે. એરપોર્ટથી રેસકોર્ષ ગ્રાઉન્ડ સુધી આ ભવ્ય રોડ શૉ યોજ્યો હતો.

રાજકોટમાં નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ખુલી જીપમાં સવાર હતા અને પીએમના રોડમાં જનમેદની ઉમટી પડી હતી. રાજકોટમાં રોડ શૉ દરમિયાન લોકોનું અભિવાદન કર્યું હતું. રાજકોટમાં ભવ્ય રોડ શૉ બાદ ભવ્ય સભા ગજાવશે. રાજકોટમાં એરપોર્ટથી લઈને રેસકોર્ષ સુધી તમામ રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા અને લોકોની ભીડ પણ પીએમને જોવા ઉમટી પડી હતી.

રાજકોટમાં પીએમ મોદીએ દોઢ કિલોમોટર લાંબો રોડ શૉ યોજાયો હતો. પીએમ મોદીના રોડ શૉ માં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો. રાજકોટવાસીઓએ ઉમળકાભેર પીએમ મોદીને અભિવાદન કર્યું હતું. રાજકોટમાં રસ્તાઓ પર પીએમ મોદીની એક ઝલક જોવા માટે આતુર હોય તે રીતે ચિક્કાર ભીડ જોવા મળી હતી. રાજકોટની જનતા ફૂલોની પાંખડીઓથી પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું.

આ અગાઉ પણ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને અમદાવાદ, સુરત, ભાવનગર તેમજ ગાંધીનગર અને જૂનાગઢ ખાતે અનેક લોકાર્પણનું ખાતમુહૂર્ત કર્યું હતું તેમજ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થવમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આ પીએમ મોદીના ગુજરાત પ્રવાસથી અનેક રાજકીય સમીકરણો બદલાઈ જશે. રાજકોટ ભારતીય જનતા પાર્ટી માટે ગઢ છે અને હાલ રાજકોટની તમામ વિધાનસભાની બેઠક ભાજપ પાસે છે તેમજ લોકસભાની સીટ પણ ભાજપની જ છે આ ઉપરાંત કોર્પોરેશનમાં પણ ભાજપની સત્તા છે ત્યારે આજે ભવ્ય રોડ શૉથી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં ભાજપનો પ્રચંડ પ્રચાર કર્યો હતો.