T2O WC: ભારત-પાકિસ્તાન જંગ માટે WWEના ‘ધ રૉક’ પણ તૈયાર

ક્રિકેટ ફેન્સ જે મેચની રાહ જોઇ રહ્યા છે, તે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર મહાજંગ છે. આ રોમાંચક મુકાબલો 23 ઓક્ટોબરે મેલબોર્નમાં રમાશે. ટી-20 વર્લ્ડકપ 2022માં ભારત અને પાકિસ્ાતન ટીમની આ પ્રથમ મેચ પણ રહેશે.

આ મેચની રાહ ફેન્સને જ નહી પણ તમામ રમતના દિગ્ગજોને હોય ચે. આ કારણ છે કે આ મહાજંગ પહેલા વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ (WWE)ના સુપરસ્ટાર ધ રૉક (ડ્વેન જૉનસન)એ એક ખાસ મેસેજ આપ્યો છે. આ વીડિયો મેસેજને બ્રૉડકાસ્ટર ચેનલ સ્ટાર સ્પોર્ટ્સે શેર કર્યો છે.

ભારત-પાકિસ્તાન જંગ, એક મેચ કરતા ઘણુ વધારે

આ વીડિયો 20 સેકન્ડનો છે જેમાં ધ રૉકે મેસેજ આપતા કહ્યુ, જ્યારે સૌથી મોટા વિરોધી એકબીજા સાથે ટકરાય છે, ત્યારે આખી દુનિયા થોભી જશે. આ માત્ર એક નૉર્મલ ક્રિકેટ મેચ કરતા ઘણુ વધારે છે. હવે ભારત અને પાકિસ્તાનની ટક્કરનો સમય આવી ગયો છે. સૌથી મોટી ટક્કરનો સમય.

ભારત-પાકિસ્તાનની ટીમ એક જ ગ્રુપમાં

મહત્વપૂર્ણ છે કે ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં રમાઇ રહેલ ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ 16 ઓક્ટોબરથી થઇ ગયો છે. ક્વોલિફાઇંગ મેચ રમાઇ રહી છે. ટીમ ઇન્ડિયા પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધ રમવાની છે. આ મેચ દીવાળીના એક દિવસ પહેલા રમાશે.

ભારતીય ટીમ સુપર-12 ગ્રુપ બીમાં રાખવામાં આવ્યુ છે. આ ગ્રુપમાં ટીમ ઇન્ડિયા સિવાય પાકિસ્તાન, બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા પણ છે. જ્યારે બે ટીમ ક્વોલિફાઇંગ રાઉન્ડ બાદ આ ગ્રુપમાં એન્ટ્રી કરશે. ક્વોલિફાઇંગ રાઉન્ડની ગ્રુપ-2ની વિજેતા અને ગ્રુપ-1ની રનર્સ અપ ટીમને ગ્રુપ-બીમાં જગ્યા મળશે.

ટી-20 વર્લ્ડકપ માટે ભારત-પાકિસ્તાનની ટીમ

ભારત- રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુસ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક, રિષભ પંત, હાર્દિક પંડ્યા, આર.અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભૂવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી

પાકિસ્તાન- બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, આસિફ અલી, હૈદર અલી, હારિસ રઉફ, ઇફ્તિખાર અહમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જૂનિયર, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, શાન મસૂદ, ફખર જમાન