સરકારે અનાધિકૃત બાંધકામોને નિયમિત કરવાના વટહુકમ ની PDF વાયરલ

પત્રકારોના વ્હોટ્સપ પર વાયરલ પીડીએફ ટપકી છે જેમાં જણાવાયું છે તે નીચે સામેલ છે, અમે આ વટહુકમ સાચો હોવાનો દાવો નથી કરતાં પરંતુ વટહુકમ સાચો હોય તો જનતાના હિતમાં સરકારનું આ પગલું સરાહનીય ચોક્કસ કહી શકાય

આ વટહુકમને માન. રાજ્યપાલની મંજુરી તારીખ ૧૬/૧૦/૨૦૨૨ ના રોજ મળ્યા ના સમાચાર વાયરલ થયા છે. વટહુકમ અને એના નિયમો ૧૭/૧૦/૨૦૨૨ ના રોજ પ્રસિદ્ધ કરાયા છે.

કોને લાગુ પડશે

  • ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તામંડળો અને નગરપાલિકાઓ
  • રેરા કાયદા હેઠળ જે બાંધકામોને નોટીસ અપાયેલ છે તેનો સમાવેશ નથી.

શું નિયમબદ્ધ થઈ શકશે

  • માર્જિન, બિલ્ટઅપ, મકાનની ઊંચાઈ,
  • ઉપયોગમાં ફેરફાર, કવર્ડ પ્રોજેક્શન,
  • પાર્કિંગ (માત્ર ૫૦% ફી લઈને નિયમબદ્ધ કરી શકાશે)
  • કોમન પ્લોટ (૫૦% કવરેજની મર્યાદાને આધીન અને માત્ર મળવાપાત્ર ઉપયોગ)
  • સેનેટરી સુવિધા

શું નિયમબદ્ધ થઈ શકશે નહીં

  • જે કિસ્સામાં મળવાપાત્ર FSI ૧.૦ થી ઓછી હોય
  • રહેણાંક ઉપયોગ સિવાયના (દા.ત. વાણિજ્ય, શૈક્ષણિક, આરોગ્ય, ઔદ્યોગિક વગેરે)
  • બાંધકામોમાં CGDCR મુજબ મળવાપાત્ર FSI કરતાં ૦ % FSI થતી હોય.
  • પ્લોટની હદથી બહાર નીકળતા પ્રોજેકશન હોય
  • પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, પાણીના નિકાલ, ઇલેક્ટ્રિક લાઈન, ગેસ લાઈન અને જાહેર ઉપયોગી સેવાઓ ઉપર કરેલ બાંધકામ
  • સરકારી સ્થાનિક સત્તામંડળોની જમીનો પરના બાંધકામ,
  • ચોક્કસ હેતુ માટે સંપાદન/ફાળવણી કરાયેલ જમીનો,
  • જાહેર રસ્તામાં આવતી જમીનો, જળ પ્રવાહ અને જળ સ્ત્રોત જેવા કે નદી, કુદરતી જલપ્રવાહ વિગેરે, ઓબ્નોક્ષીયસ અને હેઝાર્ડસ ઔદ્યોગિક વિકાસના હેતુ માટે નિયત કરાયેલ વિસ્તાર,
  • શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ રમત ગમતનું મેદાન
  • ફાયર સેફટીના કાયદા મુજબ સુસંગત ન હોય,
  • સ્ટ્રક્ચરલ સ્ટેબીલીટી ની જરૂરિયાત જળવાતી ન હોય,
  • રેરા કાયદા હેઠળ ઠરાવેલ બિન અધિકૃત બાંધકામ,
  • ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લીસમેન્ટ કાયદા મુજબ સુસંગત ન હોય તેવા બાંધકામો

પાર્કિંગ માટે અપનાવાની થતી પદ્ધતિ

  • નિયત પાર્કિંગની જોગવાઈ પૈકી ૫૦% પાર્કિંગ માલિક/કબ્જેદારે જે તે સ્થળે પ્રથમ પુરી પાડવાની રહેશે,
  • જો સ્થળે શક્ય ન હોય ત્યારે નિર્દિષ્ટ સત્તામંડળ આવી સુવિધા ૫૦૦ મી. ની ત્રીજ્યામાં ૦૩ માસમાં પુરી પાડવા જણાવશે.
  • બાકીના ૫૦% ખૂટતું પાર્કિંગ માટે ફી લઈને બાંધકામ નિયમિત કરી શકાશે

આંતરમાળખાકીય સવલત વિકાસ ભંડોળ

ફી થી એકત્ર થતી રકમ આંતરમાળખાકીય સવલત વિકાસ ભંડોળ (infrastructure development fund) તરીકે આંતર માળખાકીય સવલતો સુસજજ કરવા, ફાયર સેફટી સવલતો ઉભી કરવા, પાર્કિંગની જોગવાઈ કરવા, પર્યાવરણ સુધારણા માટે રખાશે.

બી. યુ. પરમિશન
આ વટહુકમ હેઠળ અનાધિકૃત વિકાસ અથવા તેના ભાગના નિયમિત કરણ થી તે મકાન/બિલ્ડીંગ માટે CGDCR કે અન્ય સંબંધિત કાયદા હેઠળ આપવામાં આવતી વપરાશની પરવાનગી (બી.યુ.પી.) માનવામાં આવશે.

  • ક્યારથી અમલમાં આવશે ?
    તા. ૦૧/૧૦/૨૦૨૨ પહેલા થયેલા બિન અધિકૃત બાંધકામોને જ નિયમિત કરી શકાશે.
  • અરજી કરવાની/ફી ભરવાની/મંજૂરી/ના-મંજુરી ના હુકમની પ્રક્રિયા ઇ-નગર પોર્ટલ પર ઓનલાઇન.

ફી
પોર્ટલમાં ઉપલબ્ધ છે.
પરંતુ ૫૦ મીટર સુધીના પ્રત્યેક મીટર ૩૦૦૦/-

સમય મર્યાદા

  • અરજી કરવા માટે ૦૪ માસ (૧૭/૧૦/૨૦૨૨ થી)
  • બાંધકામ નિયમિત કરવા માટે ભરવાની થતી ફી અંગેનો હુકમ કરવા ૦૬ માસ (અરજીની તારીખથી)
  • ફી ભરવા માટે ૦૨ માસ (જાણ થયેથી)
  • અરજી ના-મંજુર કરવા ૦૬ માસ (અરજીની તારીખથી
  • એપેલેટ ઓફિસર સમક્ષ અપીલ કરવા ૬૦ દિવસ (વધારાના ૬૦ દિવસ મંજુર ના મંજુર ના હુકમથી)
  • ૫૦૦ મી. ના અંતરમાં પાર્કિંગ માટે ૦૩ માસ (હુકમના તારીખથી)