સરકારશ્રીનાં મિશન મંગલમ યોજના હેઠળ સંકળાયેલ સખીમંડળો, સ્વ-સહાય જુથો તેમજ અન્ય યોજના કે NGO ધ્વારા અસ્તિત્વમાં આવેલ સક્રિય મંડળોનાં સખી સંઘ ધ્વારા મંડળોનું મજબુતીકરણની વાતો ભલે થાય પરંતુ ભાણવડમાં આ યોજના થકી માત્ર જૂજ લોકોના ગજવા ભરાય રહ્યા છે.
મિશન મંગલમ યોજનામાં તાલુકા સ્તરે ઘાલમેલ થતી હોવાના સમાચાર જેવા AB2 એ પ્રસિદ્ધ કર્યા તેવી જ યોજનાની કેટલીક ઘાલમેલ સામે આવવા લાગી છે. ભાણવડ તાલુકામાં સર્વેયર ઓફિસરના ગ્રામ પંચાયતોમાં ઉઘરાણા અને આનું ઘડતર મિશન મંગલમના મેનેજર કરી આપતા હોવાની જાણકારી મળી રહી છે.
આ જાણકારી ઓડીયો કલીપ કે જે વાયરલ થઈ રહી છે તેમાંથી જાણવા મળી રહે છે કે ઘાલમેલ કેમ અને કેવી રીતે થઈ શકે, જોકે ઓડીયોમાં એ સ્પષ્ટ નથી થઈ રહ્યું કે બોલે તે કોણ છે અને સામે સાંભળે તથા સહયોગ કરે તે કોણ છે ? વાત કરીએ ઓફિસર અને મેનેજરના મેળાપીપણાની તો આ બંને વ્યક્તિઓ જુદા જુદા નથી, બંને સંબંધમાં પતિ પત્ની થાય છે. આમ આ બંને દ્વારા કોઈ સખીમંડળની રચના કરવાનું આવે તો જે ગ્રામ્યમાં સખીમંડળ બનાવવાના હોય તે ગામના સરપંચ અને તલાટીનો યોજના (કૌભાંડ) માં સમાવેશ કરે એટલે આખુ કૌભાંડ તૈયાર !!
એબીટુ કૌભાંડોનો પર્દાફાશ કરવા કટીબદ્ધ છે તેથી આ અંગે જાણકારી અને પુરાવા એકત્ર કરવા તેમજ કૌભાંડનું રિસર્ચ અને સંશોધન કરવાની તૈયારી કરી છે.
ભાણવડ શહેર અને તાલુકાની જનતા તથા વાંચકોને અનુરોધ કે તેઓ મિશન મંગલમ અંતર્ગત સખીમંડળ સંબંધિત કોઈ ઉચાપત, નાણાકીય ગેરવહીવટ તેમજ કૌભાંડ અંગે જાણકારી ધરાવતાં હોય તો અમારી ટીમ નું ધ્યાન એ તરફ ચોક્કસ દોરે જેથી સરકારી નાણાના દુર્વ્યવહાર ને ઉજાગર કરી શકાય. ગ્રામ્ય સ્તરે કેટલીક ગ્રામ પંચાયતોમાં ચર્ચા ઉઠી છે કે સખી મંડળોના નામે સરકારનો ઉદેશ્ય બર લાવવાને બદલે કેટલાંક લોકોના અંગત હિતોને બર લાવવામાં આવી રહ્યા છે, આવા હિતો કોના સચવાય છે ? એ આવનારા દિવસોમાં જરૂર ઉજાગર થશે.