1000 કરોડની ઓફર ઉજ્જૈનના સાંસદે સ્વીકારી 32 KG વજન ઘટાડ્યુ..તો શું હવે ગડકરી પોતાનો વાયદો નિભાવશે?

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઉજ્જૈનના સાંસદ અનિલ ફિરોજિયાને મંચ પર કહ્યું હતું કે, જો તેઓ પોતાનું વજન એક કિલો ઘટાડશે તો નીતિન ગડકરી વિકાસ માટે 1000 કરોડ રૂપિયા આપશે.

આ અગાઉ ઉજ્જૈનના સાંસદ અનિલ ફિરોજિયાને તેમના મતવિસ્તારમાં વિકાસ માટે લગભગ 15 કિલો વજન ઘટાડવું પડ્યું હતું. ગડકરીની આ ચેલેન્જ પછી અનિલ ફિરોજિયાએ અત્યાર સુધીમાં લગભગ 32 કિલો વજન ઘટાડ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, ફિરોઝિયાએ પોતાના વજન ઘટાડવા પર કહ્યું કે, રોજ સવારે 5.30 વાગ્યે ઉઠે છે અને પછી મોર્નિંગ વોક માટે જાય છે.

  • સવારના વર્કઆઉટમાં દોડ, કસરત અને યોગનો સમાવેશ થાય છે.
  • આ સિવાય તેઓ આયુર્વેદિક ડાયટ ચાર્ટને અનુસરે છે.
  • હળવો નાસ્તો અને લંચ અને ડિનર માટે સલાડ, એક વાટકી લીલા શાકભાજી અને મિશ્રિત અનાજની રોટલી ખાય છે.
  • ક્યારેક ગાજર સૂપ કે ડ્રાય ફ્રુટ્સ પણ લે છે.

અનિલ ફિરોજિયાએ કહ્યું કે, તેમણે નીતિન ગડકરીની ચેલેન્જ સ્વીકારી લીધી છે અને લગભગ 32 કિલોગ્રામ વજન ઘટાડ્યું છે. હવે આ વચન પ્રમાણે નીતિન ગડકરીએ અનિલ ફિરોજિયાને પ્રદેશ માટે રૂ. 32,000 કરોડની વિકાસ યોજનાઓને મંજૂરી આપવી જરૂરી બને છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઉજ્જૈનમાં એક જાહેર કાર્યક્રમમાં ફિરોઝિયાને ફંડ ફાળવવાની શરત મૂકી હતી. તેમણે કહ્યું કે, એક સમયે મારું વજન ફિરોજિયા કરતાં 135 કિલો વધુ હતું, પરંતુ હવે મારું વજન 93 કિલો છે. મારા જૂના ફોટા પ્રમાણે મને ઓળખવો મુશ્કેલ છે. પ્રતિ કિલોગ્રામ ઘટાડવા પર ફિરોજીયાને 1,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે કે શું તે તો સમય જ બતાવશે….