ભાણવડના લડાયક અગ્રણી મનસુખ કાલરીયા ને કોંગ્રેસે રાજકોટના ચૂંટણી નિરીક્ષક બનાવ્યા

ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ના પૂર્વ રહેવાસી અને હાલ રાજકોટમાં વસવાટ ધરાવતાં મનસુખભાઇ કોંગ્રેસ પાર્ટીના જુના અને અડીખમ નેતાનુ બિરુદ ધરાવે છે, કાલરીયા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કોર્પોરેટર અને કોર્પોરેશન માં વિરોધપક્ષના ઉપનેતાની જવાબદારી સંભાળી ચુક્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ અને સૌરાષ્ટ્ર્ર ઝોનના સહ પ્રભારી રામકિશન ઓઝા ની મધ્યસ્થી અને કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની સૂચનાથી આગામી વિધાનસભાની ચૂંટણી માટે સંકલન અને ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીનું ગઠન કર્યું છે જેનું નેતૃત્વ મનસુખભાઇ કાલરીયાને સોંપવામાં આવ્યું છે.

મનસુખભાઈને આ જવાબદારી મળતાં રાજકોટ તેમજ જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર ના કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોમાં હર્ષની લાગણી ઉઠી છે.

આ ટીમમાં સામેલ સદસ્યો નીચે મુજબના નિયુક્તિ પામ્યા છે.