SBIના ખાતાધારકો માટે મહત્વના સમાચાર! બેન્કે બચત ખાતા પરના વ્યાજદરોમાં ફેરફાર કર્યો

જો તમે પણ SBIના ખાતાધારક છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. બેન્કે બચત ખાતાના વ્યાજદરોમાં કાપની જાહેરાત કરી છે. બેન્કે 10 કરોડ રૂપિયાથી ઓછા વ્યાજદરમાં કાપ મૂક્યો છે. SBIની વેબસાઇટ અનુસાર બેન્કે 15 ઑક્ટોબરથી આ નવા દરો લાગૂ કર્યા છે.10 કરોડથી ઓછી બચત પર SBI 2.7 ટકા પ્રતિ વર્ષ વ્યાજદર ઓફર કરે છે. તે 2.75% પ્રતિ વર્ષના ગત દરથી 5 બેસિસ પોઇન્ટ ઓછા છે. SBIના આ નવા દરો 15 ઑક્ટોબરથી લાગૂ થશે.

SBIએ ફેરફાર કર્યો
10 કરોડથી ઓછી રકમની બચત પર વ્યાજદરમાં કાપ ઉપરાંત SBIએ એક અન્ય ખાતા માટે વ્યાજદરમાં ફેરફાર કર્યો છે. 10 કરોડ કે તેનાથી વધુની બચત ખાતાની જમા રકમ પર SBIએ 30 બેસિસ પોઇન્ટના દરથી 3 ટકા સુધીનો વધારો કર્યો છે.

FD પર પણ વ્યાજદર બદલાયો
SBIએ 2 કરોડ રૂપિયાથી ઓછી એફડી પર વ્યાજદરોમાં પણ 15 ઑક્ટોબરથી 10 બેસિસ પોઇન્ટ વધારીને 20 બેસિસ પોઇન્ટ સુધી નક્કી કર્યા છે. બેન્કે 7 દિવસથી 10 વર્ષની એફડી પર 3 ટકાથી 5.85 ટકા વ્યાજદર ઓફર કરે છે. પહેલા આ વ્યાજદર 2.90 ટકાથી 5.65 ટકા હતો. વરિષ્ઠ નાગરિક આ FD પર 3.5 ટકાથી 6.65 ટકા સુધી વ્યાજ કમાઇ શકે છે. જ્યારે ગત દરો 3.4 થી 6.45 ટકા હતા.

યુરો બેન્કે પણ દરમાં ફેરફાર કર્યો
યુરો બેન્કે 1 વર્ષથી 4 વર્ષ સુધીના સમયગાળા દરમિયાન એફડી પરના દરોમાં 0.09 ટકાથી 0.49 ટકાનો વધારો કર્યો છે. જ્યારે 4 વર્ષથી 5 વર્ષની એફડી માટે આ દરો યથાવત્ છે.