ભાણવડની જનતાના Tax ના પૈસાનો દુરુપયોગ, બ્લોક પાથરવાના કામમાં લોટ પાણીને લાકડાં

વાડી રે વાડી રીંગણા લવ બેચાર, લે ને ભાઈ દરબાર, સત્તામાં ભાજપ હોય કે કોંગ્રેસ, ભ્રષ્ટાચારમાં બંને ના ચૂંટાયેલા નેતાઓ એકબીજાને જરાય સારા કહેડાવે તેવા હોતા નથી.

મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપના ભ્રસ્ટાચારથી થાકેલી જનતાએ કોંગ્રેસનું દામન થામ્યું, પરંતુ કોંગ્રેસની બોડીએ ભ્રસ્ટાચારને દામવાને બદલે થામ્યો હોય તેમ ધીરે ધીરે એના ભ્રષ્ટ વ્યવહારો ઉજાગર થઈ રહ્યા છે.

વાત કરીએ ભ્રસ્ટાચારના ઉજાગરની તો આશરે ત્રણ ચાર મહિના પહેલાં હર્ષદ શેરીની પેટા ગલીમાં બ્લોક પાથરવામાં આવ્યા છે, જેને હજુ તો ત્રણ માસ પણ નથી વીત્યા તેવામાં ત્યાં એસ્ટીમેટ મુજબની સામગ્રી ને બદલે લોટ પાણીને લાખડાં વપરાયા હોય તેમ બ્લોક એની મૂળ જગ્યા છોડવા લાગ્યા છે, તમને જણાવી દઈએ કે બ્લોક પાથરવાની કામગીરીનું સંપૂર્ણ વર્ણન એસ્ટીમેટમાં દર્શાવવામાં આવ્યું હોય છે, એ મુજબ જોઈએ તો જ્યાં બ્લોક પાથરવાના હોય ત્યાં એક ફૂટ ખોદકામ કરવાનું હોય, ખોદવામાં આવેલ જગ્યામાં મોટી કાંકરી, ઝીણી કાંકરી અને એના ઉપર ચાર ઇંચની કોરી રેતી ત્યારબાદ સીમેન્ટ મિક્ષ કરેલી રેતી ઉપર બ્લોક ચોંટાડવામાં આવતા હોય છે, અને આ રીતે ચોંટાડવામાં આવેલ બ્લોક મજબૂત અને વર્ષો સુધી ટકાઉ નીવડતા હોય છે.

માત્ર ત્રણ ચાર મહિનામાં બ્લોક ઉખડી જતાં હોય તો ત્યાં એસ્ટીમેટ મુજબની સામગ્રીને બદલે ભળતી સળતી સામગ્રી જ વાપરવામાં આવી હોય શકે અન્યથા બ્લોક તેની મૂળ જગ્યા છોડે નહીં. માહિતી એબીટુને મળતા એબીટુંની ટીમે સ્થળ પર જે જોયું તે ભ્રસ્ટાચારની સાક્ષી પુરે છે.

બ્લોકમાં ઉપર લેવલ ન હોવાનો મતલબ નીચેથી કામમાં ગરબડ હોય છે અને આવા કામોમાં નીચે ગરબડ રહી જવાનો મતલબ ઉપરથી (કામનો કોન્ટ્રાકટ અને બિલ) પણ બૌ મોટી ગરબડ રાખી દેવામાં આવી હોય !! સ્થળ પર કેટલીક જગ્યાએ બ્લોકને બદલે ગારીયા નાખી દેવામાં આવ્યા છે, સામાન્ય રીતે ખૂણે ખાંચકે જે જગ્યાઓ બચી હોય તેમાં તે સાઈઝના બ્લોક ન હોય એથી ગારીયા નખાયા હોવાનું વ્યાજબી પણ ગણી શકાય પરંતુ જ્યાં બ્લોક આવી જ શકે ત્યાં બ્લોકને બદલે મટીરીયલ તરીકે ગારીયા નાખવા એ વ્યાજબી નથી, એટલું જ નહીં પરંતુ તે ગારીયામાં સોડમ ભ્રષ્ટાચારની આવતી હોય છે.

માત્ર બીલો બનાવવા માટે હંગામી ધોરણે નિમવામાં આવેલ જામનગરના એક તત્કાલીન એન્જીનીયરનો બોગસ કામોના બિલો પાસ કરવામાં મોટો હાથ હોવાનું અને આ અધિકારીને એક રાજકારણીનો મોટો હાથ હોવાનું જાણવા મળી રહ્યું છે.

થઈ ગયા કામો એ તો પાણીમાં ગરકાવ પણ થઈ ગયા પરંતુ થનારા કામમાં જનતા ધ્યાન નહીં આપે તો એના પગ કાદવ કીચડમાં ગરકાવ રહેશે, જાણવા મળતી માહિતી અનુસાર આગામી એક બે દિવસમાં વધુ ગલીઓ માં બ્લોક પાથરવાનું કામ શરૂ થવામાં છે.

ખરાવાડ સતવારા સમાજ સામેના રોડ અને ગલીઓ માં પાથરવામાં આવેલા બ્લોક જમીનમાં બેસી રહ્યા હોવાની જાણકારી એક સ્થાનિક રહેવાસીએ આપી હતી, એટલું જ નહીં જે વિસ્તારોમાં બ્લોક પાથરવામાં આવી ગયા છે ત્યાં પણ પરિસ્થિતિ આ જ છે.