દૂષણ સ્કૂલમાં પહોંચ્યું, ધોરણ 11ના વિદ્યાર્થી પાસેથી ડ્રગ્સ મળી આવ્યુ

અમદાવાદની એક હાય-ફાઈ સ્કૂલની અંદર સ્કૂલના વિદ્યાર્થી પાસેથી ડ્રગ્સ મળવાની ઘટના સામે આવી છે. સ્કૂલને ડ્રગ્સની શંકા જતા વિદ્યાર્થી પાસેથી તપાસ કરતા ડ્રગ્સ અને ઈ-સિગારેટ તેમજ રોકડ રકમ મળી આવી હતી. ચેકિંગ દરમિયાન ધોરણ 11ના આ વિદ્યાર્થી પાસેથી ડ્રગ્સ અને રોકડ રકમ મળતા તેણે પોતાનું ના હોવાનું રટણ કર્યું હતું. જેથી આ મામલે સ્કૂલ મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓ પણ અવાક થઈ ગયા હતા.
સ્કૂલ દ્વારા વિદ્યાર્થીના માતા-પિતાને બોલાવવામાં આવ્યા હતા. મળતી વિગતો અનુસાક પેરેન્ટ્સ પણ સ્ટુડન્ટસ વિશેો કોઈ ખુલાસો કરી શક્યા નહોતા.

મેનેજમેન્ટ સ્કૂલનું નામ ખરાબ ના થાય કે માટે આ મામલાને દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ મામલે અત્યારે ચર્ચા એ થઈ રહી છે કે ડ્રગ્સ દૂષણ હવે સ્કૂલો સુધી પણ પહોંચી રહ્યું છે. આપણી  નવી પેઢી ડ્રગ્સ મામલે ખોટી દીશા તરફ જઈ રહી છે. અન્ય વાલીઓને પણ સ્કૂલમાં ભણતા તેમના સંતાનોની ચિંતા થવા લાગી છે.

આ તમામ ઘટના સામે આવતા મળતી વિગતો અનુસાર શિક્ષણ ક્ષેત્રની એક ટીમ પણ કપાસ માટે આ હાય-ફાઈ સ્કૂલમાં પહોંચી છે. જેથી ખાસ કરીને ડ્રગ્સ અને ઈલેક્ટ્રી સીગારેટ મામલે સઘન તપાસ પણ કરવામાં આવશે.