ભાજપ અને પાટીદાર એકબીજાના પર્યાય – પુરષોત્તમ રૂપાલા

ગુજરાતમાં પાટીદારો અને ભાજપ એકબીજાના પર્યાય હોવાનું કેન્દ્રીય મંત્રી અને ભાજપને નેતા પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે. મોડાસાની મુલાકાતે પહોંચેલા પરષોત્તમ રૂપાલાએ મીડિયા સાથેની વાતચીતમાં આ વાત કરી હતી.

અરવલ્લી જિલ્લામાં ગુજરાત ગૌરવ યાત્રા અનુસંધાને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા મોડાસાની મુલાકાતે પહોંચ્યા હતા હતા, જ્યાં ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

હાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આગેવાન ગોપાલ ઇટાલિયાના વાઈરલ વીડિયો પછી પોલિસે અટકાયત કરી હતી ત્યારે પાટીદાર વિરોધી હોવાનું ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું ત્યારે આ બાબતે આપ ના નિવેદન પર જવાબ આપવામાં કોઇ જ રસ ન હોવાનું કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું પણ પાટીદાર અંગે વાત કરતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીમાં મોટાભાગના નેતાઓ પાટીદાર છે અને ભાજપની સભાઓમાં પણ પાટીદારો હોય છે અને ભારતીય જનતા પાર્ટી અને પાટીદારો એકબીજાના પર્યાય હોવાનું પણ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું. પાટીદાર અને ભાજપ એકબીજાના પર્યાય ભૂતકાળમાં પણ હતા અને ભવિષ્યમાં પણ રહેશે